શોધખોળ કરો

Gujarat corona update : આજે કોરોનાના 14 કેસ નોંધાયા, 16 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

આજે દાહોદમાં સૌથી વધુ 7 લોકોને કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશન અને સુરતમાં 1-1 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 

અમદાવાદઃ ગુજરાત (Gujarat)માં આજે કોરોનાના (Corona) 14 કેસ નોંધાયા છે. તેની સામે 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,262 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 146 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 141 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10082 લોકોના મોત નીપજ્યા છે. 

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. રાજ્યામાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રસીકરણની વાત કરીએ તતો આજે આજે 4,80,410 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આમ, અત્યાર સુધીમાં 4,91,03,453 લોકોને રસી આપવામાં આવી છે. આજે દાહોદમાં સૌથી વધુ 7 લોકોને કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશન અને સુરતમાં 1-1 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. 

આજે વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, નવસારીમાં 1, વડોદરામાં 1 કેસ નોંધાયો હતો. આમ, નવસારીમાં 16 દિવસ પછી કોરોનાનો કેસ થતાં ફરીથી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ સાથે હવે રાજ્યમાં 17 જિલ્લા કોરોનામુક્ત રહ્યા છે. 

ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા થોડા દિવસોથી રોજના 40 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કોરોના કેસ આવ્યા અને 328 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 38,399 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 4367 એક્ટિવ કેસ વધ્યા છે. રિકવરી રેટ 97.42 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 29,682 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 142 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 68 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે.

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

  • કુલ કેસઃ 3 કરોડ 29 લાખ 88 હજાર 673
  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 21 લાખ 38 હજાર 92
  • કુલ એક્ટિવ કેસઃ 4 લાખ 10 હજાર 48
  • કુલ મોતઃ 4 લાખ 40 હજાર 533

ગુજરાતમાં કોરોનાનું કેવું છે ચિત્ર

ગુજરાતમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. જોકે, એક પણ વ્યક્તિનું નિધન થયું નથી. બીજી તરફ 16 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, કચ્છ, રાજકોટમાં 2-2, સુરત અને વડોદરામાં 1-1-1 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 3,54,529 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. આજે 16 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 8,15,246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં, રાજ્યમાં અત્યાર સુધીમાં 18 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ જિલ્લાઓમાં અત્યારે એક પણ એક્ટિવ કેસ નથી.  અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 6 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 4, મધ્ય ગુજરાતમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં 4 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
Embed widget