શોધખોળ કરો
Advertisement
Covid-19: કચ્છમાં કોરોનાથી પ્રથમ મોત, કુલ મૃત્યુઆંક 34, રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 766 થઈ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે. આજે જે 71 નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 46 કેસ નોંધાયા છે
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે કોરોનાના વધુ 71 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 લોકોનાં મોત થયા છે. કોરોનાના કારણે કચ્છમાં આજે પ્રથમ મોત થયું છે. માધાપરમાં 62 વર્ષીય દર્દીનું મોત થયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 34 થયો છે. જ્યારે રાજ્યમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 766 પર પહોંચી ગઈ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે. આજે જે 71 નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 46 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 3, વડોદરામાં 5, રાજકોટમાં 06, ભરૂચ-2, આણંદ 7, નર્મદા - 2 કેસ નોંધાયા છે. આજે જે ત્રણ દર્દીના મૃત્યુ થયા છે તે તમામ ત્રણ મહિલાઓ હતી અને અમદાવાદના હતા. એક 40 વર્ષીય, બીજા 65 વર્ષના મહિલા જેમને ડાયાબિટિસ અને ફેફસાની બીમારી પણ હતી. જ્યારે ત્રીજી મહિલા 55 વર્ષના હતા જેમને હ્રદયની બીમારી હતી.
ગુજરાતમાં કુલ કેસ જિલ્લા પ્રમાણે
ગુજરાતમાં જે 766 કેસ છે. તેમાંથી 6 ક્રિટિકલ છે જ્યારે 663 સ્ટેબલ છે. જ્યારે 64 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 19197 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 766 પોઝિટિવ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement