શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં અત્યાર સુધી એક લાખથી વધુ કોરોના દર્દી થયા સ્વસ્થ, રિકવરી રેટ 83.90 ટકા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1410 નવા કેસ નોંધાયા હતા અને વધુ 16 લોકોનાં મોત થયા હતા.
અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર થમી નથી રહ્યો. સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 20 હજારને પાર પહોંચી ગયા છે અને મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો છે. જો કે, તેની વચ્ચે રાહતના સમાચાર એ છે કે, અત્યાર સુધી એક લાખથી વધુ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 101101 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.90 ટકા છે. આજે 1239 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1410 નવા કેસ નોંધાયા હતા અને વધુ 16 લોકોનાં મોત થયા હતા.
ગુજરાતમાં આજે 69, 077 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 36, 78,350 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,05,373 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,04,914 લોકો હોમ ક્વોરેન્ટાઈન છે અને 459 લોકો ફેસીલીટી ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement