Gujarat Corona cases: રાજ્યમાં આજે 1,120 નવા કેસ નોંધાયા, 3 હજારથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1120 નવા કેસ નોંધાયા છે અને 16 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1120 નવા કેસ નોંધાયા છે અને 16 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9906 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3398 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 96.07 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,82,374 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22110 પર પહોંચ્યો છે. જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર અને 21698 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.07 ટકા છે.
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 1, વડોદરા 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરત 2, જામનગર કોર્પોરેશનમાં 1, ખેડામાં 1, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, જામનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 16 દર્દીઓના મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 176, વડોદરા કોર્પોરેશનમાં 134, વડોદરા 93, સુરત કોર્પોરેશન 85, રાજકોટ કોર્પોરેશન 59, ગીર સોમનાથ 51, જૂનાગઢ 50, સુરત 48, ભરુચ 32, રાજકોટ 30, જામનગર કોર્પોરેશન 29, આણંદ 28, અમરેલી 24, કચ્છ 24, બનાસકાંઠા 22, વલસાડ 21, જૂનાગઢ કોર્પોરેશન 18, મહેસાણા 18, નવસારી 18, ખેડા 16, ભાવનગર 14, સાબરકાંઠા 14, જામનગર 12, ભાવનગર કોર્પોરેશન 11, અરવલ્લી 10, પંચમહાલ 10, ગાંધીનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, દેવભૂમિ દ્વારકા 8, મહીસાગર 8, નર્મદા 7, દાહોદ 5, પોરબંદર 5, તાપી 5, ગાંધીનગર 4, બોટાદ 3, છોટા ઉદેપુર 3, મોરબી 3, ડાંગ 2, પાટણ 2 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,75,139 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.07 ટકા છે.