Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં 9,676 દર્દીઓ થયા સ્વસ્થ, 44 દર્દીઓના થયા મોત
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કોરોનાના કુલ 7,48,932 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,22,741 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 62,506 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,665 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9676 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા હતા. જ્યારે 3250 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 44 દર્દીઓના મોત નીપજ્યા હતા.
અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3204 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે 491 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 210 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 197 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 306 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 226 લોકો થયા સંક્રમિત.
રાજકોટ શહેરમાં 274 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 137 લોકો થયા સંક્રમિત થયા હતા. વડોદરા શહેરમાં 561 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 335 લોકો સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 102 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 62 લોકો થયા સંક્રમિત થયા હતા.
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કોરોનાના કુલ 7,48,932 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,22,741 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 62,506 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,665 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.
દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં સતત આઠમા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.
રાજ્યમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓ વધ્યા.....
કોરોનાની બીજી લહેરમા કેસના વધારાની સીધી અસર મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સંખ્યા પર પણ પડી છે. પ્રથમ લહેરમાં જ્યાં ચાર મહિના દરમિયાન કુલ ૧૮૦ સર્જરી થઈ હતી ત્યાં આ વર્ષે બીજી લહેરમાં માત્ર દસ દિવસમાં ૨૫૦થી વધુ સર્જરી થઈ ચુકી છે. જો કે અત્યાર સુધી થયેલી કુલ સર્જરીમાં મોતનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે અને મોટા ભાગના ઓપરેશનો સફળ રહ્યા છે.
ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાના કેસ ઘટતા ધીરે ધીરે મ્યુકર માઈકોસિસના દર્દીઓ સારવાર માટે આવવાનું શરૂ થઈ ગયુ હતુ. ત્રણથી ચાર મહિના દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિલમાં કુલ ૧૮૦ જેટલા બ્લેક ફંગસના ઓપરેશનો થયા. ત્યારે આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં તો માત્ર દસ દિવસમાં જ ૨૫૦થી વધુ ઓપરેશનો થઈ ચુક્યા છે.રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના પાંચ શહેરોમાં મ્યુકરમાઈકોસિસના નવા 62 કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ સિવિલમાં જ મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ છે.
મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ નવા કેસ રાજકોટ શહેરામં નોંધાયા છે. રાજકોટમાં નવા 20, વડોદરામાં નવા 19, અમદાવાદમાં નવા 14, સુરતમાં નવા છ અને જામનગરમાં નવા ત્રણ કેસ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.