શોધખોળ કરો
ગુજરાત કોરોનાના રિકવરી રેટમાં યૂપી અને બિહાર કરતા પણ પાછળ
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1380 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4095 પર પહોંચ્યો છે.
![ગુજરાત કોરોનાના રિકવરી રેટમાં યૂપી અને બિહાર કરતા પણ પાછળ Gujarat Coronavirus recovery rate behind Uttar Pradesh and Bihar ગુજરાત કોરોનાના રિકવરી રેટમાં યૂપી અને બિહાર કરતા પણ પાછળ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/08031554/Covid19-case.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ તસવીર
ગાંધીનગર: ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 1380 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે આજે વધુ 14 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 4095 પર પહોંચ્યો છે. કોરોનાના રિકવરી રેટમાં ગુજરાત યૂપી અને બિહાર કરતા પાછળ છે. 91.42 ટકા સાથે સૌથી ઓછા રિકવરી રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત 9મા સ્થાને છે.
રાજ્યમાં આજે કુલ 1568 દર્દી સાજા થયા હતા અને 68868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 83,10,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.56 ટકા છે.
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1380 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4095 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,493 એક્ટિવ કેસ છે, જ્યારે 201580 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)