Gujarat Election 2022 : 'મને લાગે છે સૌરભભાઈને થોડી માનસિક અસર હશે, લગભગ એને હવે ટિકિટ જ નથી મળવાની'
બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ પર ધમકી આપતા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. સરપંચો તેમજ હોદ્દેદારોને અન્ય ઉમેદવારને લેટરપેડ નહિ આપવા ધમકી આપતા હોવાના પ્રદેશ આગેવાન છનાભાઈ કેરાળિયાએ આરોપ લગાવ્યા છે.
Gujarat Election 2022 : બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ પર ધમકી આપતા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. સરપંચો તેમજ હોદ્દેદારોને અન્ય ઉમેદવારને લેટરપેડ નહિ આપવા ધમકી આપતા હોવાના પ્રદેશ આગેવાન છનાભાઈ કેરાળિયાએ આરોપ લગાવ્યા છે. ભાજપની સેન્સ પહેલા આરોપને લઈ રાજકારણ ગરમાયું છે, તો ધમકી મામલે પ્રદેશ અધ્યક્ષને લેખિતમાં જાણ કરાઈ છે.
બોટાદ 107 વિધાનસભા ચૂંટણી પહેલા સતત ભાજપનું રાજકારણ ગરમાતુ જોવા મળે છે. એક તરફ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવા કડવા પટેલ સમાજ તેમજ કોળી સમાજ દ્રારા માંગણીને લઈ હજુ ચર્ચાનો વિષય છે, ત્યાં આજે ફરી ગુજરાત ભાજપ કારોબારી સભ્ય છનાભાઈ કેરાળિયા દ્વારા સૌરભ પટેલ ધમકી આપતા હોવાના લગાવ્યા ગંભીર આરોપ.
બોટાદ 107 વિધાનસભા બેઠક પર સૌરભ પટેલને ટીકીટ નહિ પણ કોઈપણ સમાજના પણ સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેવી માંગ ને લઈ અન્ય કોઈ ઉમેદવારને સરપંચો કે હોદ્દેદારોએ લેટરપેડ આપવા નહિ તેવું દબાણ સાથે સૌરભ પટેલ ધમકી આપતા હોવાના લગાવ્યા આરોપ. 27 ઓક્ટોબર નારોજ બોટાદ 107 બેઠકને લઈ ભાજપ દ્વારા સેન્સ યોજાઈ શકે છે ત્યારે સેન્સ પહેલા ધમકીના આરોપ સાથે રાજકારણ ગરમાયુ.
સૌરભ પટેલને માનસિક અસર થઈ હોવાનું આપ્યું છનાભાઈ એ નિવેદન. તેમજ ચૂંટણી લડવાનો સહુને અધિકાર છે. સૌરભ પટેલ જે કામગીરી કરી રહ્યા છે તે પાર્ટીની શિસ્ત વિરુદ્ધની કામગીરી છે, જેને લઈ આ મામલે લેખિતમાં સી.આર.પાટીલને પણ જાણ કરવામાં આવી. ત્યારે ક્યાંક ને ક્યાંક હાલ તો બોટાદનું રાજકારણ ગરમાતુ જોવા મળે છે.
Gujarat Election 2022 : આવતી કાલે જાહેર થશે ભાજપના 33 જિલ્લા-8 મહાનગરોના નિરીક્ષકોની યાદી
Gujarat Election 2022 : ગુજરાતમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે હવે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ભાજપ આવતી કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરશે. 33 જિલ્લા અને 8 મહાનગરોના નિરક્ષકોની યાદી જાહેર થશે .
મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ નો નિરીક્ષક તરીકે સમાવેશ થશે.
27 થી 29 ઓક્ટોબર નિરીક્ષકો વિધાનસભા ચૂંટણીના દાવેદારોને સાંભળશે. ત્રણ દિવસ દરમિયાન બેઠકોના દાવેદારોના બાયોડેટા સ્વીકારશે. પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નિરીક્ષકોનો રિપોર્ટ રજુ કરાશે. તેમજ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની પહેલી બેઠક મળી શકે છે.
PM Modi Gujarat Visit : નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે આવી શકે છે વડોદરા
PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 30 ઓક્ટોબરના રોજ વડોદરામાં સંભવિત કાર્યક્રમ છે. સંસ્કારી નગરી વડોદરામાં ઉદ્યોગકારોનું રોકાણ થાય તે માટે ચર્ચા કરાશે. ખાનગી કંપની દ્વારા લેપ્રસી મેદાન ખાતે તૈયારીઓ હાથ ધરાઈ છે. 6 હજાર સ્કવેર ફૂટનો ડોમ બંધાશે. 5 હજાર ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરશે તેવી સંભાવના છે.
પક્ષના બેનર વગર ઉદ્યોગપતિઓનો કાર્યક્રમ યોજાઇ શકે છે. મીની જીઈબી સબ સ્ટેશન પણ ઉભું કરાશે. આજવા રોડ ના લેપ્રસિ મેદાન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.