Gujarat Election 2022 : ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી માટે દિલ્લીમાં કોંગ્રેસની CECની બેઠક શરૂ
વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વધુ તેજ કરી છે. દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક શરૂ થઈ છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની ચર્ચા માટે CECની બેઠક શરૂ થઈ છે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વધુ તેજ કરી દીધી છે. દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક શરૂ થઈ છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની ચર્ચા માટે CECની બેઠક શરૂ થઈ છે. બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને CECના સભ્યો હાજર છે. ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીના સભ્યો પણ હાજર છે.
#WATCH | First Central Election Committee (CEC) meeting of Congress underway after Mallikarjun Kharge took charge as party president. Former party president Sonia Gandhi also present at the meeting.
— ANI (@ANI) October 26, 2022
(Source: AICC) pic.twitter.com/Eajk845X9k
Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીતનો પાટીલનો દાવો
Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્યાથી ભવ્ય જીતનો પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો. સી.આર પાટીલે નવા વર્ષ પર તમામને શુભેચ્છા પાઠવી અને વિધાનસભાની ચૂંટણીને લઈ કહ્યું કે જનતા ભાજપની સાથે છે.. આ વખતની ચૂંટણી ભાજપની રેકોર્ડ બ્રેક જીત થશે.
તેમણે કહ્યું હતું કે, આજે નવું વર્ષ. બે વર્ષ કોરોના બાદ આ વર્ષે ઉજવણી ભરપૂર. નવરાત્રીમાં પણ ઉજવણી સારી રહી. હું સૌને શુભેચ્છા પાઠવું છું. દેશમાં આ વર્ષે દિવાળીની ઉજવણીનો માહોલ અલગ દેખાઈ રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને જીતાડશે ભાજપના કાર્યકર્તાઓ. એક પ્લાન મુજબ કામ કરે છે ભાજપના કાર્યકર્તા. Pm મોદી અને અમિત શાહને કાર્યકર્તાઓ ભેટ આપશે. ભાજપ ગુજરાતમાં રેકોર્ડ કરશે એવી મને આશા છે.
તેમણે તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. ચૂંટણી 2022 આવી રહી છે. ભાજપનો કોરોના વખતે લોકો સાથેનો સંપર્ક અને લોકોના વચ્ચે સતત રહેવાના કારણે કાર્યકર્તાઓએ લોકોના દિલમાં એક સ્થાન બનાવ્યું છે. મોદી સાહેબે તમામ પર વિશ્વાસ મૂક્યો છે. આ વખતની ચૂંટણી પણ રેકોર્ડ બ્રેક રહેશે. અમિતભાઈ સાથે તમામ આગેવાનો એ ચાર ઝોનમાં રેકોર્ડ દોહરાવ્યો છે. જેથી બધા એ દિશામાં કામગીરી કરશે.
Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણી પહેલા કમલમ ખાતે અમિત શાહ કરશે બેઠક
Gujarat Election 2022 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આજે બેઠક કરશે. ભાજપ સંગઠનના આગેવાનો સાથે બેઠક કરશે. કમલમ ખાતે અમિત શાહ બેઠક કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આજે સાજે 5:30 વાગ્યા બાદ કમલમ ખાતે બેઠક યોજાશે.
આજે અમિત શાહે તેમના નિવાસસ્થાને સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું. ત્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ અમિત શાહની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અશ્વિન કોટવાલે શુભેચ્છા પાઠવી. નારણપુરા વિસ્તારના પૂર્વ કોંગ્રેસી નેતા કોંગ્રેસમાંથી રાજીનામું આપેલ નીતિન પટેલે પણ શુભેચ્છા પાઠવી. મફત લાલ પટેલે અમિત શાહ ની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.
મુખ્મંત્રીએ અમિતને શુભેચ્છા પાઠવી. સામાન્ય નાગરિકોની જેમ મુખ્યમંત્રીએ મુલાકાત કરી રવાના થયા. રાજ્ય સરકારનાં મંત્રી જગદીશ પંચાલ અને પ્રદીપ પરમારે પણ શુભકામના પાઠવી. અમિત શાહના પુત્ર જય શાહ પણ સ્ટેજની પાસે હાજર. જય શાહે પણ સમર્થકોને શુભેચ્છા પાઠવી. નિવાસ સ્થાને આવેલ એક દિવ્યાંગ સમર્થકને મળવા અમિત શાહ સ્ટેજ પર થી નીચે આવી મળ્યા અને ફોટો પડાવ્યો.
મંત્રીઓ, ભાજપાના ધારાસભ્યો,મ્યુનીસીપલ કોર્પોરેટર, કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉમટ્યા. અમિત શાહ શુભેચ્છકોને નવા વર્ષની પાઠવી શુભકામના. મોં મીઠું કરાવી અમિત શાહ લોકોને સુભેચ્છા પાઠવી રહ્યા છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ અમિત શાહની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અશ્વિન કોટવાલે શુભેચ્છા પાઠવી. કોંગ્રેસમાંથી રાજીનામું આપેલ નીતિન પટેલે પણ શુભેચ્છા પાઠવી. મફત લાલ પટેલે અમિત શાહની મુલાકાત કરી શુભેચ્છા પાઠવી.