Gujarat Election 2022: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ ભાજપમાં સામેલ થયા, જાણો શું આપ્યું નિવેદન ?
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પક્ષના નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. એવામાં દહેગામના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડ આજે ગાંધીનગરમાં ભાજપમાં સામેલ થયા છે.
Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજકીય પક્ષના નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. એવામાં દહેગામના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડ આજે ગાંધીનગરમાં ભાજપમાં સામેલ થયા છે. તેઓ કમલમ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા આજે કેસરિયા કર્યો છે. તમને જણાવી દઈએ કે કામિની બા રાઠોડે ટિકિટ માટે પૈસા માંગતા હોવાનો વિડિયો પણ વાયરલ કર્યો હતો. બાદમાં કામિનીબાએ અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે અને તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે.
કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિની બાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે, સાચા વ્યક્તિનો અવાજ અને સાચી રજુઆત કોંગ્રેસમાં દબાવામાં આવતી, જે મારી સાથે થયું છે. તમામ લોકોને જાણ છે મારી સાથે શું થયું ? મહિલાનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. તેમણે કહ્યું ગામે ગામ જઈને ભાજપ જીતે તેવા પ્રયાસ કરીશું. જડબાતોડ જવાબ કોંગ્રેસને આપીશું.
Gujarat election 2022: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે ખાસ વાતચીત, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
ગાંધીનગર: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જયરામ ઠાકુરે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસની રણનીતિ રહી છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધીને પ્રચારમાથી દૂર રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાર્ટીનું નેતૃત્વ બધુ કામ છોડીને પાર્ટીની જીત માટે પ્રયાસ કરતું હોય છે.
આ પહેલી વાર જોવા મળ્યું છે કે હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી છે અને કોંગ્રેસના નેતા યાત્રા પર નીકળ્યા છે. બની શકે કે એમના આવવાથી ચૂંટણીઓમાં કોંગ્રેસને નુકસાન થઈ જાય. કોંગ્રેસ ચૂંટણીને ગંભીરતાથી નથી લઈ રહી. ગુજરાતમાં એક તરફી ચૂંટણીનો માહોલ છે, ક્યાંય કોઈ સામે મુકાબલો જ નથી. બધી બાબતો એક તરફ છે અને નરેન્દ્ર મોદી એક તરફ છે.
ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તાકાત આપી છે. ગુજરાતમાં ભાજપની જીત એવી જ થશે કે લોકો ઇતિહાસમાં યાદ રાખશે. હિમાચલમાં આમ આદમી પાર્ટી આવી જ નથી શકી કેમકે હિમાચલમાં તો ઉપર ચડવું પડે છે. પહાડ પર ચડતા ચડતા એમના શ્વાસ ફુલાઈ ગયા એટલે ત્યાંથી ફરી પાછા ગયા. હિમાચલ અને ગુજરાતમાંથી પાર્ટીની ડિપોઝિટ પણ જવાની છે. ભ્રષ્ટાચાર વિરોધી વાત કરવા વાળા પક્ષના નેતાઓ જેલમાં છે. સત્યેન્દ્ર જૈને જેલમાં મસાજ કરાવવું દુર્ભાગ્યપૂર્ણ છે એવી નોબત જ કેમ આવી કે ભ્રષ્ટાચાર આરોપ લાગે અને જેલમાં જવું પડે. દિલ્હીમાં પણ ટિકિટ માટે પૈસા માંગવામાં આવે છે.
પંજાબમાં પણ ત્રણ મહિનાની અંદર એક મંત્રીને સસ્પેન્ડ કરવા પડ્યા છે. પંજાબમાં પણ કાનૂની વ્યવસ્થા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી એવું કલ્ચર ઊભું કરી રહી છે કે આવનાર સમયમાં મોટું નુકસાન થશે. 8 તારીખે ચૂંટણીના પરિણામોમાં હિમાચલને ગુજરાતમાં ભાજપની જીત થશે.