Gujarat Election 2022 Live Updates: આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે
નડિયાદમાં મહુધાની વિધાનસભાની બેઠક પર સંજય મહિડાને ભાજપે ટિકિટ આપી છે

Background
આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે
આવતીકાલે ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરશે. ભાજપના સંકલ્પપત્રને લઈ ABP અસ્મિતા પાસે એક્સક્લુસિવ જાણકારી છે. ભાજપ ચૂંટણી ઢંઢેરામાં 'અગ્રેસર' શબ્દનો ઉપયોગ કરશે. સૂત્રોની માહિતી પ્રમાણે અગ્રેસર ખેતી, અગ્રેસર અર્થતંત્ર, અગ્રેસર ગવર્નન્સ ભાજપનો મંત્ર હશે. .સાથે જ રોજગારી, રોકાણને ભાજપના મેનિફેસ્ટોમાં મહત્વ હશે. પ્રાથમિક સુવિધાઓ, મહિલાઓની સુરક્ષા, શિક્ષણ, આરોગ્યલક્ષી સુવિધાઓને પણ ભાજપના મેનિફેસ્ટોમાં મહત્વ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે
PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. તેઓ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6થી વધુ સભાને સંબોધિત કરશે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરશે. 27 તારીખે સાંજે સભા સંબોધ્યા બાદ રાત્રી રોકાણ. બીજા દિવસે બપોર સુધી રોકાણ બાદ રવાના થશે.પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં સભા યોજશે.
PM મોદીનો 27 અને 28નો શું ગુજરાતમાં કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 27 અને 28 નવેમ્બરે ફરી તેઓ ગુજરાતમાં પ્રચંડ પ્રચારમાં લાગી જશે. આ સમય દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કરશે પ્રચાર કરશે. વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે. સુરત PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે.સુરતમાં ભાજપના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબ્રામામાં સભા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં રાજકીય સભા સંબોધશે,ઉત્તર, કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે
કેજરીવાલ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. ત્રણ દિવસમાં કેજરીવાલના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ રોડ શો યોજાશે. આવતીકાલે ભાવનગરમાં રોડ શો યોજાશે. તો 27 તારીખે જામનગરમાં રોડ શો થશે. 28 તારીખે અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જનસભાને સંબોધશે.
બોટાદ નગરપાલિકામાં બળવો કરનારા 12 સભ્યોને ભાજપે ફરી આવકાર્યા
બોટાદ નગરપાલિકામાં બળવો કરનાર 18 સભ્યોમાંથી 12 સભ્યોને ફરી ભાજપમાં આવકાર આપવામાં આવ્યો છે. બોટાદ નગરપાલિકામાં ચાલતા વિવાદ વચ્ચે બળવો કરી પાર્ટી વિરુદ્ધ અલ્પા બાળાને સમર્થન આપતા બળવાખોરો સામે પગલા લેવાયા હતા. નગરપાલિકામાં બળવા બાદ 18 સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ નગરપાલિકા સુપરસિડ કરાઈ હતી. વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ 18માંથી 12 સભ્યોને પૂર્વ ધારાસભ્ય ડો.ટી.ડી. માણિયાની આગેવાનીમાં પરત લેવાયા હતા. જેમાં જયસુખભાઈ કાનેટીયા, કૈલાશબેન રાઠોડ, ચંદનબેન પટેલ, હંસાબેન ગોરવાડીયા, નીતાબેન સોલંકી, રમેશભાઈ જાદવ, દયાબેન ચાવડા, ધીરજબેન મકવાણા, હંસાબેન સાકરીયા, ગોપાળભાઈ કળથિયા, ગીતાબેન વાઘેલા અને જ્યોત્સનાબેન પરમારને પરત લેવાયા હતા.

