Gujarat Election 2022: સાવરકુંડલા ભાજપના ઉમેદવાર સામે અસંતોષ, જાણો ક્યાં યોજાઈ બેઠક
Gujarat Election 2022: સાવરકુંડલા ભાજપના વિધાનસભાના ઉમેદવાર સામે દાવેદારો અને કાર્યકરોનો કચવાટ છે. જેને લઈ પૂર્વ કૃષિ મંત્રી વી વી વઘાસીયાના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા અત્યાર સુધીનાં 166 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા અમરેલીની સાવરકુંડલા બેઠક પરથી મહેશ કસવાલાને ટિકિટ આપવામાં આવી છે. મહેશ કસવાલનું નામ જાહેર થયા બાદથી સાવરકુંડલા ભાજપના વિધાનસભાના ઉમેદવાર સામે દાવેદારો અને કાર્યકરોનો કચવાટ છે. જેને લઈ પૂર્વ કૃષિ મંત્રી વી વી વઘાસીયાના કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં દાવેદારો કે કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર જ સાવરકુંડલા ના ઉમેદવાર જાહેર કર્યા હોવાની ચર્ચા થઈ હતી. મહેશ કસવાલા સામે કાર્યકરો અને દાવેદારએ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપે જાહેર કર્યા વધુ છ ઉમેદવાર
ગુજરાત વિધાનસભા માટે ભાજપે 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે 22માંથી 6 ઉમેદવારો જાહેર કરતાં હજુ 16 ઉમેદવારોના નામ પર સસ્પેન્સ યથાવત છે.
- ભાવનગર પૂર્વમાંથી સેજલ પંડ્યા
- ધોરાજીથી મહેન્દ્રભાઈ પડાળિયા
- ખંભાળીયાથી મુળુ બેરા
- ડેડીયાપાડાથી હિતેશ વસાવા
- ચોયાર્સીથી સંદીપ દેસાઈ
- કુતિયાણાથી ઢેલીબેન ઓડેદ્રા
ચૂંટણી પ્રચારને લઈ ભાજપે બનાવ્યું રેપ સોંગ
વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે પક્ષો-ઉમેદવારો દ્વારા સતત નવા ગતકડાં કરવામાં આવી રહ્યા છે. ભાજપના સાંસદ-અભિનેતા રવિ કિશને ગુજરાત ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે ગુજરાતી-ભોજપુરી મિશ્રિત રેપ સોંગ તૈયાર કર્યું છે અને જેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. આ રેપ સોંગના માધ્યમથી વિપક્ષના નેતાઓના એ સવાલોના ઉત્તર આપવામાં આવ્યા છે, જેઓ 'ગુજરાતમાં શું છે?' તેમ કહીને ભાજપને ઘેરતા રહ્યા છે. 'ગુજરાત મેં કા બા (ગુજરાતમાં શું છે?)...ગુજરાતમાં મોદી છે...' તે આ રેપ સોંગના શબ્દો છે. આ ગીતમાં નરેદ્ર મોદીની પ્રમાણિક્તા, ભ્રષ્ટાચાર-પરિવારવાદ સામે તેમની નીતિ, ગુજરાતનો વિકાસ, ગાંધી-સરદારની ધરોહર, સોમનાથ-દ્વારકાનો પણ ઉલ્લેખ છે. આ ગીતને આગામી ટૂંક સમયમાં યુ ટયુબ પર લોન્ચ કરાશે. આ ઉપરાંત ચૂંટણી સભાઓ દરમિયાન પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. રવિ કિશને અગાઉ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી વખતે ભોજપુરી રેપ સોંગ 'યુપી મેં સબ બા' બનાવ્યું હતું.
આ પણ વાંચોઃ
Voter ID Card: વોટર લિસ્ટમાં ન હોય નામ તો કરો આ કામ, નોંધાઈ જશે મતદાર યાદીમાં નામ