શોધખોળ કરો

Gujarat Election 2022: કોગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો, સૌરાષ્ટ્રના આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

મોહનસિંહ રાઠવા બાદ કૉંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. કોગ્રેસના વધુ ધારાસભ્ય આવતીકાલે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

ગીર સોમનાથઃ મોહનસિંહ રાઠવા બાદ કૉંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. મળતી જાણકારી અનુસાર,  તાલાલા બેઠક પરથી કોગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ આવતીકાલે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
Gujarat Election 2022: કોગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો, સૌરાષ્ટ્રના આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

મળતી માહિતી અનુસાર ,ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ આવતીકાલે રાજીનામું આપી ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. આજે બાદલપરા ખાતે કાર્યકરો સાથે બેઠક યોજી ભાજપમાં જોડાવવા અંગે ચર્ચા કરી હતી. જોકે, ભાજપમાં જોડાવવા અંગે હજુ સુધી તેમણે સત્તાવાર જાહેરાત કરી નથી.

ભગવાન બારડે 2000 જેટલા તાલાલા સુત્રાપાડા તાલુકાના સમર્થકો સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ભગવાન બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજી હતી.

Gujarat Election 2022: ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ કરી મનની વાત, કહ્યું - "ભાજપ 100 ટકા...."

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં રાજકીય કાવાદાવા શરુ થઈ ગયા છે. આજે કોંગ્રેસના દિગ્ગજ સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપની ભગવી ટોપી અને ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના મીડિયા સેન્ટર ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમ અને પત્રકાર પરિષદમાં ભાજપમાં જોડાતાં જ મોહનસિંહ રાઠવાએ પોતાના મનની વાત કરી છે. 

સમય સમય બળવાન હૈ...

ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જણાવતાં સમય સમય બળવાન હૈની પંક્તિના ઉચ્ચારણ સાથે મોહનસિંહે કહ્યું કે, "ભાજપ પક્ષમાં મારા જીવનનું સદ્ભાગ્ય સમજું છું." આ સાથે મોહનસિંહે દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો. પછી કહ્યું કે, "વર્ષોથી મારી લાગણી હતી ભાજપમાં જોડાવાની એટલે ભાજપમાં જોડાયો છું. મારે કોઈ પક્ષ સાથે અણબનાવ નથી કે કોઈનો વિરોધ નથી." 

મારા પુત્રને ભાજપ 100 ટકા ટિકિટ આપશેઃ મોહનસિંહ

વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મળવાના પ્રશ્ન પર મોહનસિંહ રાઠવાએ કહ્યું કે, "મને કોંગ્રેસે ના પાડી નથી કે તમને ટિકિટ આપવાની નથી. પણ તે પહેલાં જ મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. મારી ઉંમર થઈ છે એટલે મારા દિકરા રાજેન્દ્રસિંહ રાઠવાની લાગણી છે કે, આપણે ભાજપમાં જોડાઈએ. ભાજપ વાળા તો 100 ટકા અમને ટિકિટ આપવાના જ છે. મારે ટિકિટ નથી જોઈતી." આમ ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે પહેલાં જ મોહનસિંહે ટિકિટનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી
Ambalal patel: ગુજરાતમાં આગામી 24 કલાક ભારે,  અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget