શોધખોળ કરો

ગુજરાત સ્થાનિક ચૂંટણી: મોટા માથા અને સ્ટાર સેલિબ્રીટીનું કેવું આવ્યું પરિણામ? જાણો વિગતે

ચૂંટણીમાં જનતાનો અનોખો મિજાજ: અંકિતા, રાજલ જેવા સ્ટાર્સની જીત; નયનાબા અને પૂર્વ IPSને મોટો ફટકો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં નવા ચહેરાઓ, સોશિયલ મીડિયા સ્ટાર્સનો દબદબો.
  • લોકપ્રિય ગાયિકા, અભિનેત્રીઓ અને સેલિબ્રિટીઝનો ભવ્ય વિજય.
  • પૂર્વ IPS, ધારાસભ્ય અને દિગ્ગજ નેતાઓના સગા-સંબંધીઓની હાર.
  • યુવા આરજે અને લોકસાહિત્યકારના પુત્રીઓને પણ જનતાએ નકારી.

Gujarat Election Results 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસે અનેક જાણીતા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જેના પરિણામો ખૂબ જ રસપ્રદ રહ્યા છે. આ ચૂંટણીમાં સોશિયલ મીડિયા સ્ટાર્સ, ગાયકો અને સેલિબ્રિટીઝનો દબદબો જોવા મળ્યો છે અને જનતાએ તેમને ખોબલે-ખોબલે મત આપ્યા છે. બીજી તરફ, પૂર્વ IPS અધિકારીઓ, પૂર્વ ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓના સગા-સંબંધીઓને જનતાએ સીધો જાકારો આપ્યો છે. જાણો કયા સ્ટાર્સની કિસ્મત ચમકી અને કોને નિરાશા હાથ લાગી.

સોશિયલ મીડિયા સ્ટાર્સ અને સેલિબ્રિટીઝનો ભવ્ય વિજય:

અંકિતા પરમાર: વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પરથી સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે શાનદાર જીત નોંધાવી છે. ટિકિટ ફાળવણી વખતે વિવાદ થયો હોવા છતાં, તેમના મોટા ફેનબેઝ અને જમીની પ્રચારે તેમને આ બેઠક પર જીત અપાવી છે.

રાજલ બારોટ-બાંભણીયા: ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે ઉના નગરપાલિકામાંથી પોતાનું રાજકીય ડેબ્યુ કર્યું હતું. નસીબ, પક્ષનો સાથ અને લોકપ્રિયતાના જોરે તેમણે 2313 મતોથી શાનદાર જીત મેળવીને સપાટો બોલાવ્યો છે.

નેહા સુથાર: વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પરથી ગુજરાતી અભિનેત્રી અને સિંગર નેહા સુથારે વિજય પતાકા લહેરાવીને રાજકારણમાં સફળ એન્ટ્રી કરી લીધી છે.

કાવ્યા કથીરિયા: પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 3 માં જીત મેળવીને સ્થાનિક રાજકારણમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

રાજુ કરપડા: આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર જીત હાંસલ કરી લીધી છે.

મોટા માથાઓને લાગ્યો કારમો ઝટકો:

સોનલ ડેર: ખ્યાતનામ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રી સોનલ ડેરને લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેરની જીત થઈ છે.

મનોજ નિનામા: નિવૃત્તિના માત્ર 2 મહિના પહેલા જ ખાખી વર્દી છોડીને ભાજપનો ખેસ પહેરનાર પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને શામળાજીની ઓડ બેઠક પર 2700 મતોથી કારમી હાર મળી છે.

ભૂપત ભાયાણી: અગાઉ AAP માંથી ધારાસભ્ય બન્યા બાદ રાજીનામું આપી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીને જનતાએ નકારી દીધા છે. ભેંસાણ જિલ્લા પંચાયત બેઠક પર AAP ના ઉમેદવાર દિનેશ રૂપારેલીયાએ તેમને 1700 મતોના માર્જિનથી હરાવ્યા છે.

નયનાબા જાડેજા: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને ધારાસભ્ય રિવાબાના નણંદ નયનાબા જાડેજા રાજકોટ મનપાના વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ તેમને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. અવારનવાર નણંદ-ભોજાઈ વચ્ચે થતી શાબ્દિક ટપાટપીને કારણે તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા.

આરજે આભા (આભા દેસાઇ): યુવાનોમાં જાણીતો ચહેરો એવા રેડિયો જોકી આભાને કોંગ્રેસે રાજકોટના વોર્ડ નંબર 10 માંથી ટિકિટ આપી હતી, પરંતુ જનતાએ તેમને મત ન આપતા તેમનો પણ પરાજય થયો છે.

આ પણ વાંચોઃ બોરસદ નગરપાલિકામાં મોટો ઉલટફેર: અપક્ષો 18 બેઠક જીતી સૌથી મોટો પક્ષ બન્યો, ભાજપને 17 અને આપને 1 બેઠક મળી

Frequently Asked Questions

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં કોનો દબદબો જોવા મળ્યો?

આ ચૂંટણીમાં સોશિયલ મીડિયા સ્ટાર્સ, ગાયકો અને સેલિબ્રિટીઝનો દબદબો જોવા મળ્યો છે. જનતાએ તેમને ખોબલે-ખોબલે મત આપ્યા છે.

સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે કઈ બેઠક પરથી જીત મેળવી?

વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પરથી સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે શાનદાર જીત નોંધાવી છે.

જાણીતી લોકગાયિકા રાજલ બારોટે કઈ નગરપાલિકામાંથી રાજકીય ડેબ્યુ કર્યું અને કેટલા મતોથી જીત મેળવી?

ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે ઉના નગરપાલિકામાંથી પોતાનું રાજકીય ડેબ્યુ કર્યું હતું. તેમણે 2313 મતોથી શાનદાર જીત મેળવી.

પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને ક્યાં હારનો સામનો કરવો પડ્યો?

નિવૃત્તિના માત્ર 2 મહિના પહેલા જ રાજકારણમાં પ્રવેશ કરનાર પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને શામળાજીની ઓડ બેઠક પર 2700 મતોથી કારમી હાર મળી છે.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા ક્યાંથી ચૂંટણી લડ્યા અને તેમનું શું પરિણામ આવ્યું?

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા રાજકોટ મનપાના વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget