(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election : ગાંધીધામમાં આપની જાહેરસભા, કેજરીવાલ-માનને સાંભળવા ઉમટી પડી જનમેદની
Gujarat Election : અરવિંદ કેજરીવાલ અને ભગવત માન કચ્છ પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં પહોંચ્યા છે. સભામાં જનભેદના ઉમટી પડી છે.
Gujarat Election : અરવિંદ કેજરીવાલ અને ભગવત માન કચ્છ પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં પહોંચ્યા છે. સભામાં જનભેદના ઉમટી પડી છે.
ભગવંત માનની સ્પીચ
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલજીની ગાંધીધામ (કચ્છ) ખાતે વિશાળ જનસભા #LIVE https://t.co/lwv7XhZBh6
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 1, 2022
કચ્છમાં મળ્યું 'આપ'ને અદભુત લોક સમર્થન!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 1, 2022
કચ્છ તૈયાર છે પરિવર્તન માટે,
કચ્છ તૈયાર છે આમ આદમી પાર્ટીને એક મોકો આપવા માટે!#EkMokoAAPoKejriwalNe pic.twitter.com/z8bHTzf8kW
Kejriwal Gujarat Visit : આજે કેજરીવાલ-માન આવશે ગુજરાત, આજે ક્યાં ક્યાં ગજવશે સભા?
અમદાવાદઃ દિલ્હી અને પંજાબ મુખ્યમંત્રી આજે કરછમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગાંધીધામના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બપોરે ગાંધીધામમાં સભા ગજવશે.
આમ આદમી પાર્ટીના નેતાઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા ગુજરાત આવશે. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે. તેમજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢ ખાતે જનસભાને સંબોધિત કરશે.
આવતી કાલે 2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધાશે. 2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે. મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરશે.
દાહોદમાં પંચાયત સભ્ય યુવતીને માતા-પિતા સામાન્ય સભામાંથી જ ઉઠાવી ગયા, કારણ જાણીને ચોંકી જશો
દાહોદઃ ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આવેલી દીકરીને માતા પિતા ઊંચકી લઈ જતા ખડભડાટ મચી ગયો છે. નિમચ ગામના યુવક સાથે પ્રેમ થતાં તેની સાથે જતી રહી હતી. યુવતી અપક્ષ તરીકે વિજેતા થઈ હતી. પ્રેમ લગ્નનો માતા-પિતાને વિરોધ હતો. ગરબાડા સામાન્ય સભામા આવતા tdoની કચેરીમાંથી માતા-પિતા યુવતીને ઉઠાવી લઈ ગયા હતા. ઘટનાને લઈ વિસ્તારમા ખડભડાટ મચી હતી.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગરબાડા આવેલી દીકરીને માતા-પિતા તાલુકા પંચાયતના પરિસરમાંથી જ ઊંચકીને લઇ જતાં ખળભળાટ મચી ગયો. ઘટના પગલે પોલીસ પણ તાલુકા પંચાયત દોડી આવી હતી.પંચાયતની સભ્ય યુવતી 8 મહિના પહેલાં નીમચ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ઘરેથી જતી રહી હતી. જોકે, દીકરી પુખ્તવયની હોવાથી પરિવાર કંઇ કરી શકે તેમ ન હતો.
દરમિયાન શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં દીકરી આવતાં જ માતા-પિતા ઉઠાવીને લઈ ગયા હતા. યુવતી જે યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેના અગાઉ ત્રણ લગ્ન થઈ ચૂક્યા છે અને ત્રણેય પત્નીઓ જોડેથી છૂટાછેડા પણ થઈ ગયા છે. યુવક પાસે તેની પ્રથમ પત્નીનું એક બાળક હોવાનું જાણવા મળ્યું છે.