શોધખોળ કરો

Gujarat Election : કેજરીવાલ ફરી આવશે ગુજરાતના બે દિવસના પ્રવાસે, ગજવશે પાંચ જનસભા

મિશન 2022ને લઈ આમ આદમી પાર્ટીનો પ્રચાર તેજ થયો છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે.

અમદાવાદઃ મિશન 2022ને લઈ આમ આદમી પાર્ટીનો પ્રચાર તેજ થયો છે. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.  કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવશે. કેજરીવાલ 2 દિવસોમાં 5 જેટલી જનસભા સંબોધશે.

Gujarat Election : કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા જોડાયા આપમાં?, 2 હજારથી વધુ હોદ્દેદારોની નિમણૂક

Gujarat Election : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી આજે ઉદેસિંહ ચૌહાણ આપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ઉદેસિંહ આપમાં જોડાયા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીને સંગઠનની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. સ્ટેટ લેવલે 50થી વધુ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. વિધાનસભા ક્ષેત્રો સહિત 2 હજારથી વધુ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ પર વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહી છે. ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે ત્યારે તોડ-જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. અનેક નેતાઓની નારાજગી સામે આવી રહી છે અને પક્ષપલટાનો દોર શરૂ થઈ ચૂક્યો છે આ સાથે કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ દિવસે ને દિવસે રાજીનામાં આપી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં કોંગ્રેસમાં સતત મુશ્કેલી વધી રહી છે. ગત અઠવાડિયે મહિસાગરમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બાદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામુ ધરી દીધું હતું. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જામી રહ્યો છે. કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર વિધાનસભામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી આજે આપમાં જોડાયા છે.  

મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ છેલ્લા કેટલાય સમયથી ઉદેસિંહ ચૌહાણ કોંગ્રેસથી નારાજ હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તથા મહીસાગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી આપ્યું રાજીનામું ધરી દીધું હતું. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, પાર્ટીને વફાદાર હોવા છતાં અનાદર કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય તથા પક્ષના વરિષ્ઠ સંગઠનના હોદ્દેદારો તરફથી કોઈ પદની કે પક્ષની કામગીરી કરવા સહકાર મળતો નથી. પક્ષ તરફથી ઉભા રાખવામાં આવતા ઉમેદવારોને જીતાડવા માટે કાયમ માટે મહેનત કરી છે.કોંગ્રેસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, અમુલ ડેરીના ડીરેક્ટરની ચુંટણીમાં કોંગ્રેસની પેનલમાં ઉમેદવાર હોવા છતાં પક્ષના આગેવાનો દ્વારા તેમને જીતાડવામાં કોઈ ભૂમિકા ભજવવામાં આવી ન હતી.પક્ષમાં સતત કામ કરવા છત્તા વ્હલાદવલાની નીતિ રાખી સતત અન્યાય કરી અવગણના કરવામાં આવે છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ઉદેસિંહ ચૌહાણ પોતાના તમામ કાર્યકર્તાઓને સાથે રાખી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget