શોધખોળ કરો

Gujarat Election : કોંગ્રેસે માછીમાર મતદારોને આકર્ષવા શું કરી મોટી જાહેરાત? જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં માછીમાર મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા  ચૂંટણીલક્ષી 14 મુદ્દાઓ જાહેર કરાયા છે. વેરાવળ ખાતે કોંગ્રેસે પ્રેસ યોજી માછીમાર મતદારોને આકર્ષવા 14 સંકલ્પ જાહેર કર્યા .

વેરાવળઃ ગુજરાતમાં માછીમાર મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા  ચૂંટણીલક્ષી 14 મુદ્દાઓ જાહેર કરાયા છે. વેરાવળ ખાતે કોંગ્રેસે પ્રેસ યોજી માછીમાર મતદારોને આકર્ષવા 14 સંકલ્પ જાહેર કર્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ અને મતદારોને આકર્ષવા  અલગ અલગ પક્ષો દ્વારા અલગ અલગ જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા માછીમારો માટે 14 મુદાઓ જાહેર કરાયા છે.

ક્યાં ક્યાં મુદા ઓ જાહેર કરાયા

1 માછીમારો ને વાર્ષિક 30 હજાર સેલ ટેક્સ ડીઝલ
2 નાની ફાયબર બોટ પીલાણા ને કેરોસીન ના બદલે પેટ્રોલ વાપરવાની મનજુરી વાર્ષિક 4 હજાર લીટર પેટ્રોલ તથા જૂની પેન્ડિગ સબસીડી ચુકવણી
3 પાક જેલ માં.કેદ માછીમારો ને મુક્ત કરાવવા પ્રયાસો.ત્રણ લાખ નું પેકેજ અને જ્યા સુધી કેદ રહે ત્યાં સુધી રોજના 400 રૂપિયા સહાય
4  2004  બન્ધ થયેલ સહકારી ધોરણે બોટ બાંધવાની ncdc ની સહાય યોજના શરૂ કરાવાશે

ગીર સોમનાથ અને પોરબનદરમા અનેક સીટો પર માછીમારો મતદારોનું પ્રભુત્વ છે જેને લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા માછીમારોને આકર્ષવા કવાયત હાથ ધરાય છે. ભૂતકાળમા મોદીએ પણ માછીમારોને આકર્ષવા પ્રયાસો કર્યા હતા અને હવે મોદીની સ્ટાઇલમા કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપે વચન આપ્યા પરંતુ માછીમારોને સહાય કે મદદ ન કરી. અમારી સરકાર બનશે તો અમે અમલ કરશું જે બોલશું એ પાળીશું.

કોંગ્રેસ પક્ષ દ્વારા વેરાવળ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ યોજાઈ જેમાં ગીરના 4 ધારાસભ્ય હાજર રહેવાના હતા. પરંતુ કોડીનાર અને તાલાલાના ધારસભ્ય ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા.

Vipul Chaudhary Arrest : વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતી કાલે દિયોદર બંધનું એલાન
Vipul Chaudhary Arrest : અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડના પડઘા ઉત્તર ગુજરાતમાં પડી રહ્યા છે.  દિયોદર અર્બુદા સેનાના દિયોદર બંધનું એલાન આપ્યું છે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના યુવાનો મામલતદાર કચેરી પહોંચ્યા છે. વિપુલ ચૌધરીની તાત્કાલિક છોડી મૂકવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતી કાલે દિયોદર બંધનું એલાન. 

બીજી તરફ વિપુલ ચૌધરીને કોર્ટમાં લાવવામાં આવ્યા છે. ACB ફરીયાદમાં કોર્ટમાં હાજર કરાયા. કોર્ટના પાછળના દરવાજાથી અંદર લાવ્યા. મોટી સંખ્યામાં સમર્થકો કોર્ટ સંકુલ આસપાસ ઉમટી પડ્યા હતા.  વિપુલ ચૌધરીની ધરપકડથી મહેસાણા જીલ્લામા રોષની લાગણી ફરી વળી છે. અર્બુદા સેનાના નેજા હેટળ વિસનગરમા નિકળી પ્રચંડ રેલી. વિપુલ ચૌધરી સાથે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ સાથે રખાયુ આવેદનપત્ર. પૂર્વ મંત્રી એવા કિરીટ પટેલે પણ દ્રેષભાવપૂર્ણ કાર્યવાહી માટે કરાઈ માંગ. ચૂંટણી ટાણે જ વિપુલ ચૌઘરીને કેસોમા ફસાવાતો હોવાનો કિરિટ પટેલ પૂર્વ ધારાસભ્યનો આરોપ.

વિપુલ ચૌધરી ધરપકડ મામલે વડગામ અને દાતામાં અર્બુદા સેનાનું વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરીને નહીં છોડાય તો અર્બુદા સેનાનો કોઈપણ પક્ષ સાથે છેડો રહેશે નહીં. દાંતા અને વડગામમાં મોટી સંખ્યામાં અર્બુદા સેનાના સમર્થકોએ કર્યો સરકારનો વિરોધ. સતત બીજા દિવસે પણ વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેનાના આવેદનપત્ર અને સરકાર સામે વિરોધ. ધાનેરામાં અર્બુદા સેના દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું

ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિતના અર્બુદા સેનાના યુવાનો રહ્યા હાજર. ભાજપ સરકાર સામે હાય હાય ના નારા લગાવી સાંજ સુધી વિપુલ ચૌધરીને છોડી મૂકવાના ઉઠી માંગ. ડીસામાં ચૌધરી સમાજ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન. વિપુલ ચૌધરી ને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભાજપ ને ઘરભેગી કરવાની ચીમકી. ડીસા નાયબ કલેક્ટર અને મામલતદાર આવેદનપત્ર આપી રજુઆત કરી.

સાબરકાંઠા જિલ્લાના તાલુકા મથકે વિપુલ ચૌધરીના સમર્થનમાં આવેદન પત્ર અપાયા. વિપુલ ચૌધરીની થયેલ અટકાયત મામલે ન્યાયની માગ સાથે અપાયા આવેદન પત્ર. અર્બુદા સેના દ્વારા હિંમતનગર મામલતદારને અપાયું આવેદન પત્ર. તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ બહુમારી ભવન પહોંચી કર્યા સુત્રોચ્ચાર.  ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી.

મહીસાગર જિલ્લામાં ચૌધરી સમાજમાં રોષ 

વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના મહીસાગર અને 99 આંજણા સમાજ સંગઠન દ્વારા અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકીય બદ ઇરાદાથી તેમની ધરપકડ કરવામાં આવી હોવા અંગેના લગાવ્યા આક્ષેપ. સુત્રોચાર સાથે સેવા સદન પોહચી આવેદન આપવામાં આવ્યું.

દાંતા તાલુકામાં અર્બુદા સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો

વિપુલ ચૌધરીને 15 તારીખે રાત્રે ગાંધીનગર ફાર્મ હાઉસ થી ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિરોધ ઉઠ્યો. અર્બુદા સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જયારે પણ ચુંટણી આવે છે ત્યારે જ વિપુલચૌધરી ને હેરાન કરવામા આવે છે. વિપુલ ચૌધરી જ્યાં સુધી નહી છુટે ત્યાં સુધી અમે કોઇ પક્ષ સાથે રહેવાના નથી. વિપુલ ચૌધરી ને જ્યાં સુધી મુક્ત કરવામાં નહી આવે ત્યાં સુધી અમે આંદોલન કરીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Embed widget