શોધખોળ કરો

Gujarat Election : કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ, કઈ બેઠક પર જોવા મળ્યો રોષ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે.  કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. ત્યાં જ કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે

Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે.  કોંગ્રેસ દ્વારા હજુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. ત્યાં જ કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે. ચાણસ્મા વિધાનસભા સીટ પર ચૂંટણી પહેલા કોગ્રેસમાં વિરોધ શરૂ થયો છે. ચાણસ્મા વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવારની માંગ ઉઠી છે. 

ચાણસ્મા વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવાર ની માંગ સાથે આજે શક્તિ પ્રદર્શન યોજાયું. હારીજના નવરંગપુરા ખાતે કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. ચાણસ્મામાં વર્ષોથી કોંગ્રેસ દ્વારા આયાતી ઉમેદવાર મુકતા સ્થાનિકોમાં રોષ છે. શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો સંગઠનના કાર્યકરો તેમ જ હારેલા જીતેલા ડેલીગેટ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ગોપાલ ઇટાલિયાના નિવેદન પર રૂપાલાનું નિવેદનઃ 'પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય'

અરવલ્લીઃ ગોપાલ ઇટાલિયાના પાટીદારો અંગેના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. મોડાસામાં ભાજપ દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં પુરસોત્તમ રૂપાલા, શંકર ચૌધરી સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. અહીં તેમણે નિવેદન આપ્યું હતું કે, પાટીદાર અને ભાજપ એકબીજાના પર્યાય. ભાજપ અને પાટીદારો એકબીજાના પર્યાય હતા છે અને રહેશે. ચૂંટણી આવે એટલે સીઝનલ સ્કીમો તો ચાલુ રહેવાની. વિધાનસભા ચૂંટણી પહેલા પુરષોતમ રૂપાલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. 

ગોપાલ ઇટાલિયા પર સ્મૃતિ ઇરાનીનો પલટવારઃ ગુજરાતના લોકો AAPને પાઠ ભણાવશે

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી મોદી પરના ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પલટવાર કર્યો છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, પ્રધાનમંત્રીની માતાનું અપમાન ગુજરાત સહન નહીં કરે. રાજકીય રીતે ચમકવા માટે આમ આદમી પાર્ટીએ પ્રધાનમંત્રીની માતાનું અપમાન કર્યું. ગુજરાતના લોકો આપને પાઠ ભણાવશે. આ ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન છે. 

Gujarat Election : 'ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે;  ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી', રાજકોટ પહોંચેલા ઇટાલિયાનું નિવેદન

રાજકોટઃ ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે ખોડલધામ ખાતે દર્શન કરવા જઈ રહ્યા છે. તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચતા કાર્યકરોએ તેમનું જોરશોરથી સ્વાગત કર્યું હતું. રાજકોટમાં ગોપાલ ઇટાલીયાએ નિવેદન આપ્યું હતું  કે, ભાજપ બોખલાઇ ગયું, જુના વીડિયો ચલાવે છે. ભૂતકાળમાં પણ પાટીદાર યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. ભૂતકાળમા ભાજપે કાંઈ બાકી રાખ્યું નથી.

ગોપાલ ઇટાલીયાના નામની કેન્દ્રીય મંત્રીઓ પણ માળા ફેરવી રહ્યા છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખ્યું નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રી પદે થી ગાળો ભાંડી છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ. પાટીદાર આગેવાનો સાથે વાત થતા કહ્યું, આવું ન થવું જોઈએ. સ્મૃતિ ઈરાની મારા જુના વિડીયો પોસ્ટ કરે છે પણ તે ગેસના બાટલા માથે લઈને રોડ પર નાચતા હતા તેવા વિડીયો પણ તેને પોસ્ટ કરવા જોઈએ.

ગોપાલ ઇટાલીયા એરપોર્ટ ખાતે પહોંચતા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. મોટી સંખ્યામાં આમદની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા એરપોર્ટ ખાતે. એરપોર્ટ ખાતે ભારત માતાકી જય ઇન્કલાબ જિંદાબાદના નારા લાગ્યા. 
ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget