શોધખોળ કરો

જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પહેલો ઘા આપનોઃ જાણો કઈ બેઠક પર મેળવી જીત

આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં પહેલું ખાતું તાલુકા પંચાયતની બેઠકથી ખોલ્યું છે. અરવલ્લીમાં ભીલોડાની ઉબસલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર વિજેતા બન્યા છે. 

અમદાવાદઃ આજે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની સાથે ત્રણ નગર પાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પણ પરિણામો પણ આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં પહેલું ખાતું તાલુકા પંચાયતની બેઠકથી ખોલ્યું છે. અરવલ્લીમાં ભીલોડાની ઉબસલ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર વિજેતા બન્યા છે. 

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને હરાવી આપ ઉમેદવારે જીત હાંસિલ કરી છે. ઉબસલ બેઠક પર આપના ઉમેદવાર રૂપસિંહ ભગોરા ૧૦૧૫ મતે વિજેતા થયા છે. અગાઉ તાલુકા પંચાયતની બેઠક અપક્ષ પાસે હતી. આપ સમર્થકોએ ઉજવણી કરી હતી. હવે થરા નગર પાલિકાનું પરિણામ પણ આવવાનું શરૂ થયું છે. 24 બેઠકો ધરાવતી થરા નગરપાલિકાના વોર્ડ નંબર 1ની તમામ ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. આ સાથે ભાજપે થરા નગર પાલિકામાં 8 બેઠકો કબ્જે કરી લીધી છે.  

સૌથી પહેલા ઓખા નગરપાલિકાના એક વોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 36 બેઠકો ધરાવતી ઓખા નગર પાલિકાના વોર્ડ નંબર-1ની આખી પેનલ ભાજપના ફાળે ગઈ છે. આ સિવાય બે બેઠકો બિનહરીફ હતી. આ સાથે ઓખા નગર પાલિકામાં ભાજપનો 6 બેઠકો પર વિજય થઈ ગયો છે. ભાજપના ભાસ્કર મોદી, નવીન ગોહેલ, ઉષાબેન ગોહેલ, અને અમિત જતનીયાની જીત થઈ છે. 

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થયું હતું. આજે મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાઈ છે. અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની મતગણતરી સવારે 9 વાગ્યે શરૂ થઈ છે. સામાન્ય રીતે કોઈ પણ મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી 5 જગ્યા પર હાથ ધરાશે. આ મતગણતરી  સેકટર 15 માં આવેલી કોલેજોમાં હાથ ધરાશે. આ પૈકી ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ 9,10,11 ની મતગણતરી આર્ટસ કોલેજ ખાતે યોજાશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતગણતરી માટે 11 ટેબલ તૈયાર કરાઈ રહ્યા છે. સત્તાવાર સૂત્રો પાસેથી અપાયેલી માહિતી પ્રમાણે 1 વોર્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ બીજા વોર્ડની મતગણતરી હાથ ધરાશે અને કોરોના ગાઇડલાઈનના પાલન સાથે મતગણતરી યોજાશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે રવિવારે મતદાન સમાપ્ત થઈ ગયું છે. સોમવારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતગણતરી હાથ ધરાવાની છે અને ક્યો પક્ષ જીતશે તેના પર સૌની નજર છે ત્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ 28 સીટો સાથે આમ આદમી  પાર્ટી જીતીને આવશે અને સત્તા કબજે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈસુદાન ગઢનીએ દાવો કર્યો છે કે, લોકો પરિવર્તન ઈચ્છે છે તેથી આમ આદમી પાર્ટીને તક આપશે, જ્યારે ભાજપ બીજા ક્રમે આવશે અને કોંગ્રેસ ત્રીજા સ્થાને આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ‘હું ઉપલેટાનો બાપ છું’, તિક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક,આરોપીનું સરઘસ કાઢવા હિન્દુ સંગઠનની માગ
Rajkot: ‘હું ઉપલેટાનો બાપ છું’, તિક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક,આરોપીનું સરઘસ કાઢવા હિન્દુ સંગઠનની માગ
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
IMD Alert: ઉત્તર ભારતમાં છવાયા ગાઢ વાદળો, કાશ્મીરથી દિલ્હી સુધી ભારે વરસાદ-બરફવર્ષાની ચેતવણી
IMD Alert: ઉત્તર ભારતમાં છવાયા ગાઢ વાદળો, કાશ્મીરથી દિલ્હી સુધી ભારે વરસાદ-બરફવર્ષાની ચેતવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nepal Earthquake: નેપાળમાં જોરદાર ભૂકંપના આચંકા, લોકો દોડી આવ્યા ઘરની બહાર | Abp AsmitaBanaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોતHun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટHun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ‘હું ઉપલેટાનો બાપ છું’, તિક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક,આરોપીનું સરઘસ કાઢવા હિન્દુ સંગઠનની માગ
Rajkot: ‘હું ઉપલેટાનો બાપ છું’, તિક્ષ્ણ હથિયાર સાથે અસામાજિક તત્વોનો આતંક,આરોપીનું સરઘસ કાઢવા હિન્દુ સંગઠનની માગ
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
IMD Alert: ઉત્તર ભારતમાં છવાયા ગાઢ વાદળો, કાશ્મીરથી દિલ્હી સુધી ભારે વરસાદ-બરફવર્ષાની ચેતવણી
IMD Alert: ઉત્તર ભારતમાં છવાયા ગાઢ વાદળો, કાશ્મીરથી દિલ્હી સુધી ભારે વરસાદ-બરફવર્ષાની ચેતવણી
...તો ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સેમિફાઇનલ! રોચક છે ચેમ્પિયન્સ ટ્રોફીનું સમીકરણ
...તો ભારત-અફઘાનિસ્તાન વચ્ચે સેમિફાઇનલ! રોચક છે ચેમ્પિયન્સ ટ્રોફીનું સમીકરણ
રહસ્યમય ધોની અને તેનું ટી-શર્ટ... શું છે હોય છે'મોર્સ કોડ' ? જેનાથી માહીએ IPL પહેલા જ મચાવી દીધી સનસની
રહસ્યમય ધોની અને તેનું ટી-શર્ટ... શું છે હોય છે'મોર્સ કોડ' ? જેનાથી માહીએ IPL પહેલા જ મચાવી દીધી સનસની
Chhaava Box Office Collection: 'છાવા'ની 400 કરોડ ક્લબમાં એન્ટ્રી, 'બાહુબલી 2'ને આપ્યો મોટો ઝટકો
Chhaava Box Office Collection: 'છાવા'ની 400 કરોડ ક્લબમાં એન્ટ્રી, 'બાહુબલી 2'ને આપ્યો મોટો ઝટકો
RCB vs GG: એશ્લે ગાર્ડનરની વિસ્ફોટક ઇનિંગ, RCBની સતત ત્રીજી મેચમાં હાર, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ
RCB vs GG: એશ્લે ગાર્ડનરની વિસ્ફોટક ઇનિંગ, RCBની સતત ત્રીજી મેચમાં હાર, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ
Embed widget