શોધખોળ કરો
Advertisement
દિલ્લી જવા નીકળેલા શંકરસિંહ વાઘેલા ક્યાંથી પાછા આવી ગયા? શું કરશે મોટો ધડાકો?
દિલ્હી જવાનું કહી નિકળેલા શંકરસિંહે બીછુવાડા નજીકથી ગુજરાતના ૧૦૦ કરતા વધુ ખેડૂતોને દિલ્હી આંદોલન જવા રવાના કર્યા છે. આ પછી તેઓ હિંમતનગર પરત ફર્યા છે.
હિંમતનગરઃ દિલ્હી જવા નિકળેલા ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજસ્થાનથી પરત હિંમતનગર પહોંચ્યા છે. દિલ્હી જવાનું કહી નિકળેલા શંકરસિંહે બીછુવાડા નજીકથી ગુજરાતના ૧૦૦ કરતા વધુ ખેડૂતોને દિલ્હી આંદોલન જવા રવાના કર્યા છે. આ પછી તેઓ હિંમતનગર પરત ફર્યા છે.
શંકરસિંહ વાઘેલા હિમતનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ પત્રકાર પરિષદમાં તે આંદોલનને કોઈ જાહેરાત કરે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. આજે સવારે શંકરસિંહ વાઘેલા દિલ્હી ખેડુત આંદોલન સ્થળે જવા ગાંધીનગરથી નીકળ્યા હતા. ગાંધીનગરથી નિકળેલા શંકરસિંહ વાઘેલા હિંમતનગર થઇને રાજસ્થાન તરફ જવા રવાના થયા હતા.
હિંમતનગરમાં રોકાણ કર્યા વિના જ સીધા રાજસ્થાન તરફ નીકળી ગયા હતા. અન્ય ખાનગી વાહનો પણ તેમની સાથે જોવા મળ્યા હતા. જોકે, હવે તેઓ હિંમતનગર પરત ફરતા તેઓ પત્રકાર પરીષદમાં શું કહે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement