શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં બનશે 33 માળના રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ્સ, જાણો ક્યાં બનશે બે ગગનચુંબી ટાવર?
33 માળમાં કુલ 474 ફ્લેટ્સ હશે જેમાં કુલ કુલ સુપર બિલ્ટ એરિયા 5.24 લાખ ચોરસ ફીટ હશે.
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યનું પ્રથમ સૌથી ઊંચી રેસિડેન્શિયલ બિલ્ડીંગ બનવા જઈ રહી છે. દેશની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શોભા લીમીટેડ 33 માળનો રહેણાંક પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 500 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત બે ટાવર બનશે જેમાં કુલ 474 ફ્લેટ્સ હશે.
શોભા લિમિટેડનાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જે. સી. શર્માએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં થઇ રહેલા ગ્રોથને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં રહેણાંક માટેની માગને ધ્યાનમાં રાખીને અમે અહી પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ગિફ્ટના ડોમેસ્ટિક એરિયામાં અમે 99 વર્ષ માટે જમીન લીઝ પર મેળવી છે. ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડીંગનો આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થઇ જશે.
33 માળમાં કુલ 474 ફ્લેટ્સ હશે જેમાં કુલ કુલ સુપર બિલ્ટ એરિયા 5.24 લાખ ચોરસ ફીટ હશે. પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓ સાથે 1BHK અને 2BHK એપાર્ટમેન્ટ ઓફર કરશે. એમાં વોટર વોલ સાથે 3 માળનું એક પ્રકારનું ક્લબહાઉસ સામેલ હશે, જે 8,000 ચોરસ ફીટનાં વિશાળ એરિયાને આવરી લેશે. ઉપરાંત ક્રિકેટ પિચ, બાસ્કેટબોલ કોર્ટ, સ્વિમિંગ પૂલ, જીમ્નેશિય અને ટેનિસ કોર્ટ જેવી સુવિધા મળશે. કંપની ભારતમાં 13 રાજ્યો અને 26 શહેરોમાં કામગીરી ધરાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી કંપનીની હાજરી ન હતી પણ કંપની ગિફ્ટ સીટી પ્રોજેક્ટ સાથે હવે રાજ્યમાં સક્રિય બની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion