શોધખોળ કરો
ગુજરાતમાં શિક્ષણમાં ખાનગીકરણને રાજ્ય સરકારનો છૂટો દોર, છેલ્લા બે વર્ષમાં 1157 ખાનગી શાળાને મંજૂરી
રાજ્યમાં 246 નવી ખાનગી હાઈસ્કૂલોને પણ મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદઃ શિક્ષણમાં ખાનગીકરણને રાજ્ય સરકારે કેવો છૂટો દોર આપ્યો છે તે વિધાનસભામાં વિપક્ષે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારની કબૂલાતમાં આજે સ્પષ્ટ થયું છે. વપિક્ષના સવાલના જવાબમાં સરકારે આપેલ જવાબમાં કહ્યું છે કે, છેલ્લા 2 વર્ષમાં રાજ્યની 123 પ્રાથમિક શાળાઓને સરકારે બંધ કરી છે.
તો તેની સામે 1157 ખાનગી પ્રાથમિક શાળાઓને સરકારે મંજૂરી આપી છે આમ જોવા જઈએ તો જેટલી સરકારી શાળા બંધ કરી તેનાં કરતાં 8-9 ગણી ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.
એટલું જ નહીં જે નવી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવાની સાથે સાથે જે ખાનગી પ્રાથમિક શાળા ચાલી રહી છે તેમાં વર્ઘ વધારાની પણ મંજૂરી આપવામાં આવી છે. જે અનુસાર 2816 એવી ખાનગી શાળા છે જેને વર્ગ વધારાની મંજૂરી અપાઈ છે.
આ સિવાય રાજ્યમાં 246 નવી ખાનગી હાઈસ્કૂલોને પણ મંજૂરી આપવામાં આવી છે. સાથે જ જે ખાનગી હાઈસ્કૂલો હાલમાં ચાલે છે તેમાંથી 69 ખાનગી હાઈસ્કૂલોમાં વર્ઘ વધારાને પણ મંજૂરી આપવામાં આવી છે.
સરકાર દ્વારા આપવામાં આવેલા આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે, છેલ્લા કેટલાક વર્ષમાં સરકારે શિક્ષણનું કઈ હદ સુધી અને કેટલી ઝડપથી ખાનગીકરણ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement