શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ખેડૂતોને લઈને ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય? જાણો
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિમાં સરકારે આપેલી સશર્ત છૂટ વચ્ચે અનેક જિલ્લામાં ઉદ્યોગો ધમધમતા થયા છે.
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિમાં સરકારે આપેલી સશર્ત છૂટ વચ્ચે અનેક જિલ્લામાં ઉદ્યોગો ધમધમતા થયા છે. મુખ્યમંત્રીના અંગત સચિવ અશ્વિનીકુમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કુલ 27 હજાર 800 ઉદ્યોગો કાર્યરત થયા છે. જેમાં અત્યારે 1 લાખ 80 હજાર કામદારો કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, આગામી 27 એપ્રિલે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવશે. પુરવઠા નિગમના 219 ગોડાઉન પર ઘઉંની ખરીદી શરૂ થશે. જે 30 મે સુધી ચાલશે. આ માટે ખેડૂતોને એસએમએસથી બોલાવવામાં આવશે. ખરીદી પ્રક્રિયા દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અશ્વિનીકુમારે અન્ય મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, 20 એપ્રિલથી 10 જૂન સુધી સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગામના તળાવો બંધ અને ચેકડેમ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વિનામૂલ્યે માટી આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement