શોધખોળ કરો

અશાંતધારાને લઈ રાજ્ય સરકારનું નોટિફિકેશન, 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરવા બાબતે થશે કમિટીની રચના

સાથે જ મિલકતના ખરીદ-વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે મોનિટરિંગ કમિટી, SIT તપાસ અને ગેરકાયદે ટ્રાન્સફર સામે કડક કાર્યવાહી સહિતની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અશાંતધારા શબ્દને બદલે હવે સ્પેસિફાઈડ એરિયા વપરાશે.
  • મોનિટરિંગ કમિટીની ભલામણથી વિસ્તારો 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર થશે.
  • કોમી તણાવગ્રસ્ત વિસ્તારમાં મિલકત ટ્રાન્સફરની SIT તપાસ થશે.
  • ગેરકાયદે ટ્રાન્સફર રદ કરી મિલકત મૂળ માલિકને પરત.

અશાંતધારાને લઈ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. મળતી જાણકારી અનુસાર, સરકારના નોટિફિકેશન અનુસાર, અશાંતધારાને બદલે હવે સ્પેસીફાઈડ એરિયા શબ્દનો ઉપયોગ થશે. ગુજરાત સરકારે અશાંતધારા કાયદા હેઠળ અમલમાં રહેલી પ્રક્રિયામાં મહત્વના ફેરફારો જાહેર કર્યા છે. સરકારે નવા નિયમો સાથે નોટિફિકેશન બહાર પાડી 'અશાંતધારા' શબ્દના બદલે હવે 'સ્પેસિફાઈડ એરિયા' (Specified Area) એટલે કે 'નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર' શબ્દનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ મિલકતના ખરીદ-વેચાણ અને ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવા માટે મોનિટરિંગ કમિટી, SIT તપાસ અને ગેરકાયદે ટ્રાન્સફર સામે કડક કાર્યવાહી સહિતની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

'અશાંતધારા'ને બદલે હવે 'સ્પેસિફાઈડ એરિયા' શબ્દનો ઉપયોગ

રાજ્ય સરકારના નવા નોટિફિકેશન મુજબ હવે કાયદાકીય પ્રક્રિયામાં 'અશાંતધારા' શબ્દના સ્થાને 'સ્પેસિફાઈડ એરિયા' એટલે કે 'નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર' શબ્દનો સત્તાવાર ઉપયોગ કરવામાં આવશે. આ ફેરફાર સાથે કાયદાની વિવિધ જોગવાઈઓમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. નોટિફિકેશન મુજબ 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરવા માટે રાજ્ય સરકાર મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટીની રચના કરશે. આ કમિટીની ભલામણ અને સલાહના આધારે જ કોઈ વિસ્તારને 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત કાયદામાં 'ભોગ બનનાર' માટે હવે 'પર્સન અગ્રીવડ' (Person Aggrieved) શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.

કયા વિસ્તારોને જાહેર કરાશે 'સ્પેસિફાઈડ એરિયા'?

જે વિસ્તારોમાં કોમી તણાવની સ્થિતિ હોય અથવા ભવિષ્યમાં મોટા પાયે સ્થળાંતરની સંભાવના હોય તેવા વિસ્તારોને સરકાર 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરી શકશે. આવા વિસ્તારોમાં મિલકતના સોદાઓ પર ખાસ નજર રાખવામાં આવશે.

નવા નિયમો મુજબ 'સ્પેસિફાઈડ એરિયા'માં આવેલી મિલકતના વેચાણ અથવા ટ્રાન્સફર પહેલાં કલેક્ટર કક્ષાએ વિગતવાર તપાસ કરવામાં આવશે. જો વિસ્તારમાં કોમી તણાવ અથવા શાંતિ ભંગની સ્થિતિ હોવાનું સામે આવશે તો તપાસ પૂર્ણ થયા બાદ જ મિલકતના વેચાણને મંજૂરી આપવામાં આવશે.

 તપાસ માટે SITની રચના કરાશે

મિલકતના ટ્રાન્સફર અને વેચાણ સંબંધિત ફરિયાદોની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવશે. આ ટીમ તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરશે, જેના આધારે કલેક્ટર અંતિમ નિર્ણય લેશે.જો તપાસ દરમિયાન કોઈ મિલકતનું ટ્રાન્સફર ગેરકાયદેસર હોવાનું સાબિત થશે તો તે ટ્રાન્સફર રદ કરવામાં આવશે. એટલું જ નહીં, ટ્રાન્સફર રદ થયા બાદ ખરીદનારને છ મહિનાની અંદર ચૂકવેલી રકમ પરત કરવામાં આવશે અને મૂળ માલિકને મિલકતનો કબજો પરત સોંપવાનો રહેશે.

રાજ્ય સરકારના આ નવા નિયમોનો મુખ્ય હેતુ કોમી તણાવગ્રસ્ત અથવા સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતના સોદા વધુ પારદર્શક બને, ગેરકાયદે ટ્રાન્સફર અટકે અને કાયદાની જોગવાઈઓનો અસરકારક અમલ થાય તેવો છે. નવા નોટિફિકેશન સાથે અશાંતધારા સંબંધિત પ્રક્રિયામાં અનેક મહત્વના વહીવટી અને કાનૂની ફેરફારો અમલમાં આવશે. જો કોઈ મિલકત ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવશે, તો તે ટ્રાન્સફરને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે. આ સાથે જ આવા કિસ્સાઓમાં આગામી 6 મહિનાની અંદર જ રકમ પરત ચૂકવીને મૂળ માલિકને મિલકતનો કબજો પરત સોંપવાનો કડક નિયમ પણ નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી જમીન માફિયાઓ અને ગેરકાયદે સોદા કરનારાઓ પર મોટી લગામ કસાશે.

Frequently Asked Questions

અશાંતધારા શબ્દને બદલે હવે કયો શબ્દ વપરાશે?

અશાંતધારાને બદલે હવે 'સ્પેસિફાઈડ એરિયા' એટલે કે 'નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર' શબ્દનો ઉપયોગ થશે. આ ફેરફાર સાથે કાયદાની જોગવાઈઓમાં સુધારા કરાયા છે.

કયા વિસ્તારોને 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરાશે?

જે વિસ્તારોમાં કોમી તણાવ હોય અથવા ભવિષ્યમાં મોટા પાયે સ્થળાંતરની સંભાવના હોય, તેવા વિસ્તારોને સરકાર 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરી શકશે.

સ્પેસિફાઈડ એરિયામાં મિલકતના વેચાણની પ્રક્રિયા શું હશે?

'સ્પેસિફાઈડ એરિયા'માં મિલકતના વેચાણ પહેલા કલેક્ટર કક્ષાએ વિગતવાર તપાસ થશે. કોમી તણાવ કે શાંતિ ભંગ હોય તો તપાસ પછી જ વેચાણને મંજૂરી મળશે.

જો મિલકતનું ટ્રાન્સફર ગેરકાયદેસર સાબિત થાય તો શું થશે?

ગેરકાયદેસર ટ્રાન્સફર રદ કરાશે અને ખરીદનારને છ મહિનામાં રકમ પરત અપાશે. મૂળ માલિકને મિલકતનો કબજો પાછો સોંપાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Advertisement

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget