કોરોનાથી માતા-પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને લઈ રૂપાણી સરકારે શું કરી મોટી જાહેરાત ? જાણો વિગતે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગાંધીનગર: રાજ્ય સરકારે આ મહામારી દરમિયાન કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. અનાથ-નિરાધાર થયેલ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તેને માસિક 4 હજાર રૂપિયાના સહાય આપવાની રૂપાણી સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાની રફતાર ધીમે પડી રહી હોઈ નવા કેસોની સંખ્યા પણ સ્થિર રહી છે અને બુધવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦૧૭ નવા કેસ નોંધાયા છહતા. જ્યારે મૃત્યુઆંક સતત ઘટી રહ્યો હોઈ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૨ મૃત્યુ નોંધાયા હતા. જો કે બીજી બાજુ હાલ રાજ્યમાં ૮૦૦થી વધુ દર્દી હજુ પણ વેન્ટિલેટર પર છે.
કોરોનાના કેસ ઘટવા સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે પરંતુ બીજી બાજી વેન્ટિલેટર પરના ગંભીર દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ રાજ્યમાં 804 દર્દી વેન્ટિલેટર પર છે અને પ્રથમવાર રાજ્યમાં 800 થી વધુ દર્દી વેન્ટિલેટર પરના નોંધાયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાની ગત થોડી મંદ પડી છે.કોરોનાના નવા કેસ 11 હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે. નવા કેસોમાં મોટો વધારો નોંધાતો નથી.જ્યારે રીકવરી રેટ પણ હવે 80 ટકાથી વધુ નોંધાયો છે અને દિવસેને દિવસે નવા કેસ સામે કોરોનામાંથી સાજા થનારા દર્દીની સંખ્યા વધી રહી છે જ્યારે મૃત્યુ આંક પણ સતત ઘટતા હવે 100ની આસપાસ પહોંચી ગયો છે.