શોધખોળ કરો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોલીસ ખાતામાં 7,610 જગાઓ પર કરાશે ભરતી, જાણો ક્યા હોદ્દા પર કેટલાની થશે ભરતી ?
રાજ્યમાં પોલીસમાં સંખ્યાબંધ જગાઓ ખાલી છે તેના કારણે વધી રહેલા ગુનાઓ અટકાવવાની કામગીરી કરવા મોટા પાયે ભરતીની માગ બહુ પહેલાં જ ઉઠી હતી.

ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લઈને પોલીસવિભાગમાં કુલ 7,610 નવી ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં આ ભરતી હાથ ધરાશે. આ ભરતીમાં 383 પીએસઆઈ અને 107 પીઆઈ પણ હશે. આ ઉપરાંત કઈ જગા પર કેટલી ભરતી કરાશે તેની વિગતો નીચે દર્શાવી છે.
વિવિધ પોસ્ટ માટે ભરતીની સંખ્યા
રાજ્યમાં પોલીસમાં સંખ્યાબંધ જગાઓ ખાલી છે તેના કારણે વધી રહેલા ગુનાઓ અટકાવવાની કામગીરી કરવા મોટા પાયે ભરતીની માગ બહુ પહેલાં જ ઉઠી હતી. આ ઉપરાંત વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ કમિશનરેટ, જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા પણ રાજ્યના પોલીસ વડાએ ડીજીપીએ દરખાસ્ત મોકલી હતી. તેને અનુલક્ષીને બજેટમાં કુલ 10,506 જગ્યા મંજૂર કરાઈ હતી હતી. આ જગાઓ ભરવા માટે રૂપિયા 115.10 કરોડની જોગવાઇ કરાઈ હતી. કોરોનાને કારણે ભરતીના બજેટમાં 100 કરોડનો કાપ મૂકાતા રૂપિયા 15.10 કરોડની જોગવાઈ મુજબ 7,610 જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.
પોસ્ટ | જગ્યા |
પોલીસ મહાનિરીક્ષક | 1 |
પોલીસ અધિક્ષક | 3 |
બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક | 14 |
હથિયારી નાયબ પોલીસ અધિક્ષક | 4 |
નાયબ પોલીસ અધિક્ષક(એમટી) | |
બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર | |
મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર | 1 |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 383 |
હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 107 |
હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર | 52 |
મહિલા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 2 |
પોલીસ સબ ઇન્સ્પેક્ટર(એમટી) | 3 |
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) | 30 |
બિનહથિયારી એએસઆઈ | 325 |
બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ | 952 |
બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 2130 |
હથિયારી એએસઆઈ | 213 |
હથિયારી હેડ કોન્સ્ટેબલ | 473 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 1795 |
સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર | 10 |
ઇન્ટેલિજન્સ ઓફિસર | 42 |
આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર | 75 |
રેડિયો ઓપરેટર | |
રેડિયો ટેક્નિશિયન | 12 |
કચેરી અધિક્ષક | 2 |
અંગત મદદનીશ | 4 |
મુખ્ય કારકૂન | 6 |
સિનિયર ક્લાર્ક | 20 |
જુનિયર ક્લાર્ક | 23 |
વાયરલેસ મેસેન્જર | 3 |
મહિલા એએસઆઈ | 4 |
મહિલા હેડ કોન્સ્ટેબલ | 14 |
મહિલા પોલીસ કોન્સ્ટેબલ | 10 |
મેડિકલ ઓફિસર | 1 |
ડોગ હેન્ડલર | 89 |
સફાઇ કામદાર | 49 |
કેનાલ બોય | 14 |
પટાવાળા | 16 |
ફોલોવર્સ | 19 |
ડ્રાઇવર | 600 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
