શોધખોળ કરો
Junagadh Rain: ઘેડ પંથક બેટમાં ફેરવાયો, ધોધમાર વરસાદથી લોકો બેહાલ, ઘરમાં પાણી ભરાયા, જુઓ તસવીરો
Junagadh Rain: ઘેડ પંથકમાં બેટમાં ફેરવાયો, ધોધમાર વરસાદથી લોકો બેહાલ, ઘરમાં પાણી ભરાયા, જુઓ તસવીરો
![Junagadh Rain: ઘેડ પંથકમાં બેટમાં ફેરવાયો, ધોધમાર વરસાદથી લોકો બેહાલ, ઘરમાં પાણી ભરાયા, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/7a1bd0c69134700ab022a83d2fd9e097171991488621578_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ
1/10
![જૂનાગઢ: સતત બે દિવસ ભારે વરસાદને કારણે ઘેડ પંથક પાણી-પાણી થયું છે. લોકોના ઘરની ઘરવખરી પલળી ગઈ છે. લોકો વીજળી વગર ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/d66605f1e7b0398f995a0eb5db27a57f788f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢ: સતત બે દિવસ ભારે વરસાદને કારણે ઘેડ પંથક પાણી-પાણી થયું છે. લોકોના ઘરની ઘરવખરી પલળી ગઈ છે. લોકો વીજળી વગર ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.
2/10
![જૂનાગઢ જિલ્લામાં સતત બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ વહેતા થયા હતા. જ્યારે જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારને પાણીથી તરબોળ કર્યો હતો. ઘેડ વિસ્તારના ઘણા ગામડાઓમાં નદીઓના પાણી અને વરસાદી પાણી ઘુસી જતા એક ગામ બીજા ગામથી સંપર્ક વિહોણા બન્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/e33404dd54c849d873135cbbd1d2c998512be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢ જિલ્લામાં સતત બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ વહેતા થયા હતા. જ્યારે જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારને પાણીથી તરબોળ કર્યો હતો. ઘેડ વિસ્તારના ઘણા ગામડાઓમાં નદીઓના પાણી અને વરસાદી પાણી ઘુસી જતા એક ગામ બીજા ગામથી સંપર્ક વિહોણા બન્યા હતા.
3/10
![ઘેડ વિસ્તારમાં સતત વરસાદને કારણે નદીઓના પાણી ગામમાં ઘુસી ગયા હતા. ગામ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. નદીઓના પાણી ગામમાંથી ઘરોમાં ઘુસી જતા લોકો ખાટલા પર બેસીને રાત પસાર કરવા માટે મજબૂર બન્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/ae4b926e787cbff4960a4fc2d80e2cc9d49c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘેડ વિસ્તારમાં સતત વરસાદને કારણે નદીઓના પાણી ગામમાં ઘુસી ગયા હતા. ગામ લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. નદીઓના પાણી ગામમાંથી ઘરોમાં ઘુસી જતા લોકો ખાટલા પર બેસીને રાત પસાર કરવા માટે મજબૂર બન્યા છે.
4/10
![કેશોદ તાલુકાના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઘેડ પંથકમાં આવેલા વરસાદ અને નદીઓના પાણીથી લોકોની ઘરવખરી પલળી હતી. પાલતુ જાનવરો માટેનો ઘાસચારો પણ પલળી ગયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/3b2167e672653db7ca63fed83c4e7470683a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેશોદ તાલુકાના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઘેડ પંથકમાં આવેલા વરસાદ અને નદીઓના પાણીથી લોકોની ઘરવખરી પલળી હતી. પાલતુ જાનવરો માટેનો ઘાસચારો પણ પલળી ગયો હતો.
5/10
![જૂનાગઢ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/d61f2cd1501182b82af576ae7fdadfbd20a58.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
6/10
![કેશોદ પંથકના બાલાગામ સહિતના ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે. આ પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/69fa1b58014e0a5d52d5f7960c86ff64172c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેશોદ પંથકના બાલાગામ સહિતના ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે. આ પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે.
7/10
![જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/1ea5874ac30ec170d74c6a00933fe6de3a886.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
8/10
![જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે હજુ પણ 50 રસ્તા બંધ છે. ઘેડ પંથકના 33 ગામો હજુ સંપર્ક વિહોણા છે. કલેક્ટરે કહ્યું કે રાશન, આરોગ્યની વ્યવસ્થા અગાઉથી કરાઈ હતી. હજુ ક્યાંય રેસ્ક્યૂ કરવાની ફરજ પડી નથી.જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે કહ્યું કે જિલ્લામાં ક્યાંય પણ ખાના ખરાબી માનવ ઈજા કે પશુઓના મૃત્યુના હજુ સુધી કોઇ બનાવ બન્યા નથી. દર વર્ષે ભારે વરસાદના કારણે ઘેડમાં સમસ્યા સર્જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/dc97e9fb23735899a2e906d35a34cc0245cea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે હજુ પણ 50 રસ્તા બંધ છે. ઘેડ પંથકના 33 ગામો હજુ સંપર્ક વિહોણા છે. કલેક્ટરે કહ્યું કે રાશન, આરોગ્યની વ્યવસ્થા અગાઉથી કરાઈ હતી. હજુ ક્યાંય રેસ્ક્યૂ કરવાની ફરજ પડી નથી.જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે કહ્યું કે જિલ્લામાં ક્યાંય પણ ખાના ખરાબી માનવ ઈજા કે પશુઓના મૃત્યુના હજુ સુધી કોઇ બનાવ બન્યા નથી. દર વર્ષે ભારે વરસાદના કારણે ઘેડમાં સમસ્યા સર્જાય છે.
9/10
![જૂનાગઢ જિલ્લામાં જળતાંડવથી જનજીવન ખોરવાયું છે. કેશોદ તાલુકાના પંચાળા ગામ બેટમાં ફેરવાયું છે. ચારે તરફથી ઓઝત અને સાબરી નદીના પાણી ફરી વળ્યા હતા. પંચાળા અને બાલા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. નદીઓના પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/3ecc7a5a8679b54888f56e565e712dc9e3d71.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢ જિલ્લામાં જળતાંડવથી જનજીવન ખોરવાયું છે. કેશોદ તાલુકાના પંચાળા ગામ બેટમાં ફેરવાયું છે. ચારે તરફથી ઓઝત અને સાબરી નદીના પાણી ફરી વળ્યા હતા. પંચાળા અને બાલા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. નદીઓના પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
10/10
![જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/d1b8447e2a9d95e6c4e5acef9b5e746e37b57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે.
Published at : 02 Jul 2024 03:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)