Rajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યા
Sagthiya office raid: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ઝડપેલ ટીપીઓ સાગઠિયાને લઈને મોટો ખુલાસો થયો છે. સાગઠિયાએ ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે. ગઈકાલે તેની ઓફિસનું સીલ ખોલતા જ મોટો ખજાનો એસીબીને મળી આવ્યું છે. રાજકોટના TPO સાગઠિયાની ઓફિસનો સીલ ACB દ્વારા તોડી નાંખવામાં આવ્યું હતું. આ દરમિયાન ACB ટીમે ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું જપ્ત કર્યું હતું.
હાલમાં, ACB દ્વારા મળી આવેલી રકમ અને સોનાની ગણતરી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દરોડો ભ્રષ્ટાચારના આરોપોના આધારે કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, આ પહેલા પણ રાજકોટના ગેમ ઝોનમાં થયેલા વિસ્ફોટના મુખ્ય આરોપી એમ.ડી. સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા.. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.