શોધખોળ કરો

GSRTC મોટી પહેલ, સોમનાથ દર્શન અને નડાબેટ-વડનગર-મોઢેરા માટે શરૂ કરાયું એસી વૉલ્વો બસ સ્પેશ્યલ ટૂર પેકેજ

GSRTC Special AC Bus Tour Package: આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે

GSRTC Special AC Bus Tour Package: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાગરિકોને આરામદાયક ટૂર પેકેજ ઉપલબ્ધ કરાવવા પ્રવાસન નિગમ અને GSRTC દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે.

સોમનાથ દર્શન ટૂર પેકેજ - 
તા.૨૮મી એપ્રિલ-૨૦૨૪થી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે ૬:૦૦ કલાકે અધ્યતન એ.સી. વૉલ્વો બસ ઉપડી, બપોરે ૪:૦૦ કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.

પેકેજ વિગત: બે દિવસ/એક રાત્રિનું પેકેજ, પ્રતિ વ્યક્તિ રૂ. ૪ હજાર (સિંગલ શેરિંગ) અને રૂ. ૭૦૫૦(ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત).

સમાવેશ: GSRTCની અધ્યતન એ.સી. વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ, સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ.

વધારાની સુવિધા: સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા.

નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ (તા.૨૬મી એપ્રિલ ૨૦૨૫થી દર શનિવાર અને રવિવારે)

નડાબેટ સીમા દર્શન - 
અમદાવાદથી સવારે ૬:૦૦ કલાકે ઉપડી, બપોરે ૧૨:૩૦ કલાકે નડાબેટ પહોંચશે. 
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. ૧૮૦૦.

વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર - 
 
અમદાવાદથી સવારે ૯:૦૦ કલાકે ઉપડી, ૧૧:૧૫ કલાકે વડનગર અને ૫:૩૦ વાગ્યે મોઢેરા પહોંચશે. 
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. ૧૧૦૦.
સમાવેશ: નડાબેટ સીમા દર્શન, વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત. ગાઈડની વ્યવસ્થા.

તમામ ટુર પેકેજમાં ભોજન (લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર) અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે.

વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લો.

રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Embed widget