Heat Wave: આકરા તાપનું ટોર્ચર યથાવત, આજે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થવાની આગાહી
Heat Wave: રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તારીખ 15થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે

Heat Wave: એપ્રિલ મહિનામાં ઉનાળો બરાબરનો તપી રહ્યો છે. ગુજરાતમાં આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં હજુ પણ બે દિવસ ગરમીનો પારો ઉંચકાવવાનો છે. છેલ્લા પાંચ-સાત દિવસથી સતત ગરમીનો પારો 41 ડિગ્રીથી પર પહોંચી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે હીટવેવની વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે.
તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં હજુ બે દિવસ ગરમી આકરો પ્રકોપ યથાવત રહેવાનો છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી કરવામાં આવી છે, આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મંગળવારે 7 શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.6 ડિગ્રી સાથે કંડલા એયરપોર્ટ સૌથી રાજ્યનું સૌથી વધુ ગરમ સ્થળ તરીકે નોંધાયુ હતુ. મંગળવારે 42.3 ડિગ્રી ગરમીમાં અમદાવાદ શેકાયુ હતુ.
15થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી
રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તારીખ 15થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની શક્યતા રહેલી છે જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટમાં પણ પવનની દિશા બદલાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તારીખ 15થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની શક્યતા રહેલી છે જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકંઠા, રાજકોટમાં પણ પવનની દિશા બદલાશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમા થોડા દિવસ ગરમીથી રાહત મળ્યા બાદ હવે ગરમીનો પારો ફરી ઉચકાવા લાગ્યો છે. જેમા રવિવારે મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી વધ્યું છે. હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ રાજયમા 31.3 ડિગ્રીથી લઈને 43.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ 43.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ દરમિયાન અમદાવાદમાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રી પાર ગયો હતો. અમદાવાદમાં તાપમાન વધીને 41.6 ડિગ્રી મહત્તમ સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન 41 ડિગ્રી વટાવીને 41.5 ડિગ્રી પહોંચ્યું હતું, જ્યારે પાટનગર ગાંધીનગરમા મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 28.0 ડિગ્રી નોંધાયુ હતું. રાજકોટમા મહત્તમ તાપમાન 42. 7 અને લધુત્તમ તાપમાન 23.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ગુજરાતમાં હવે ધીમે ધીમે ગરમી વધી રહી છે. ત્યારે આગામી પાંચ દિવસમાં ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે. એટલેકે આગામી દિવસોમાં ગરમી 45 ડિગ્રીની સપાટી વટાવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે બે દિવસ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.





















