શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કઈ જગ્યાએ પડ્યો? જુઓ આ રહ્યાં વરસાદના લેટેસ્ટ આંકડા

જામનગરમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે જોડિયામાં 6 ઈંચ, કચ્છના 5.5 ઈંચ વરસાદ અને વલસાડના કપરાડામાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 216 તાલુકામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. જોકે જામનગરમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે જોડિયામાં 6 ઈંચ, કચ્છના 5.5 ઈંચ વરસાદ અને વલસાડના કપરાડામાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારે 6થી સાંજના 8 વાગ્યા સુધી 173 તાલુકામાં વરસાદની વાત કરીએ તો સૌથી વધુ જામનગરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જોડીયામાં 5 ઈંચ, કપરાડામાં સવા 4 ઈંચ વરસાદ, ધ્રોલમાં 4 ઈંચ, વઘઈ અને ઉમરપાડામાં 3 ઈંચ, કામરેજ, વાપી, માંડવી, સુરતમાં 3 ઈંચ વરસાદ, માંગરોળ, હાંસોટ, ઓલપાડમાં ચોર્યાસી, ઉમરગામ, જૂનાગઢના માંગરોળમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુબીર, વાંસદા, વ્યારા, વલસાડ, સોનગઢ, ઉચ્છલ, ભેંસાણ, ધરમપુરમાં 2 ઈંચ વરસાદ, ધરમપુર, ડોલવણ, નેત્રંગમાં પોણા 2 ઈંચ વરસાદ, પારડી, પલસાણા, વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ, રાણાવાવ, ડાંગ, માંડવી, નવસારી, ડેડિયાપાડામાં દોઢ ઈંચ, કેશોદ, ચીખલી, ગણદેવી, ખેરગામ, બારડોલીમાં દોઢ ઈંચ, બગસરા, જૂનાગઢ, જલાલપોર, મહુવામાં સવા 1 ઈંચ વરસાદ, મહુવા, દ્વારકા, વંથલી, સાગબારા, મેંદરડામાં એક ઈંચ વરસાદ અને કુતિયાણા, ધારી, વાલિયા, અંકલેશ્વરમાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે. મેઘરાજાએ 24 કલાક દરમિયાન તમામ જિલ્લાઓને તરબોળ કર્યાં છે. દરિયા કિનારા વિસ્તારોમાં 24 કલાક દરમિયાન 2થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં તાપી, ગીરસોમનાથ, ભરૂચ, જૂનાગઢ, સુરત, વલસાડ, કચ્છ, ડાંગ, નવસારી, અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર નિર્માણ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે, 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. આ ઉપરાંત પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget