શોધખોળ કરો

મતગણતરી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, સાગર રબારીએ AAPમાંથી આપ્યું રાજીનામું

Aam Aadmi Party: ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ આમ આદમી પાર્ટી(આપ)માંથી રાજીનામું આપી દીધું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ રાજીનામું આપ્યું.
  • રબારીએ વ્યક્તિગત અને રાજકીય કારણોસર પક્ષ છોડવાનો નિર્ણય કર્યો.
  • મતગણતરી પહેલાં નેતાઓના રાજીનામાથી પાર્ટીમાં ગાબડું પડ્યું.
  • સાગર રબારી 9 ઓગસ્ટ 2021ના રોજ AAPમાં જોડાયા હતા.

Aam Aadmi Party: મતગણતરીના એક દિવસ પહેલા આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ આમ આદમી પાર્ટી(આપ)માંથી રાજીનામું આપી દીધું છે. સાગર રબારીએ સોશલ મીડિયામાં પોસ્ટ કરી આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અગાઉ રાજુ કરપડા અને કરશન બાપુ ભાદરકા પણ આમ આદમી પાર્ટી છોડી ચુક્યા છે.

વધુ એક મોટા નેતાએ AAPમાંથી આપ્યું રાજીનામું

માહિતી મુજબ સાગર રબારીએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં વ્યક્તિગત અને રાજકીય કારણોને પગલે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. જોકે, તેમણે વિસ્તૃત કારણો જાહેર કર્યા નથી, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Election 2026: ગુજરાત મનપા ચૂંટણી 2026 પત્રકારોનો પોલ, જાણો 15 શહેરોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની મતગણતરી અગાઉ આમ આદમી પાર્ટીને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે થોડા સમય અગાઉ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે.

સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે, 'હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.'  રાજુ કરપડા બાદ હવે સાગર રબારીએ પણ રાજીનામું આપતા આગામી ચૂંટણીઓમાં પાર્ટીની વ્યૂહનીતિ પર મોટી અસર પડી શકે છે. સાગર રબારીના રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. પરંતુ આગામી તેઓ કઈ પાર્ટીમાં જોડાઈ છે તે જોવાનું રહ્યું. નોંધનીય છે કે સાગર રબારી 9 ઓગસ્ટ 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. તેમણે વર્ષ 2018માં ખેડૂતોના હક્ક માટે ખેડૂત એકતા મંચની સ્થાપના કરી હતી.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget