Amreli Election Results: અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપની સત્તા, રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ
Gujarat Panchayat Election Results: અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપે સત્તા મેળવી હતી

Gujarat Local Body Election Results: અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપે સત્તા મેળવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. તે સિવાય જામજોધપુરમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. જામજોધપુરની 28 પૈકી 27 પર ભાજપ, એક પર AAPનો વિજય થયો હતો.
પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકા પણ ભાજપે જીતી
રાપર નગરપાલિકામાં ભાજપે કબજો જમાવ્યો હતો. તલોદની 24 પૈકી 22 બેઠક પર ભાજપના ફાળે આવી હતી. પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકા પણ ભાજપે જીતી હતી. ચાણસ્મા, હારીજ અને રાધનપુર નપામાં ભાજપનો વિજય થયો હતો. રાધનપુર નગરપાલિકા ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી હતી.
કુતિયાણા નગરપાલિકામાં ટાઈ
કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઇ હતી. કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટીને 10-10 બેઠકો મળી હતી. કુતિયાણા વોર્ડ-5માં આખી પેનલ પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કર્યો હતો.
હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય
પંચમહાલના હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. હાલોલ નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 36 બેઠકો પૈકી 21 બિનહરીફ થઈ હતી. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોનો સફાયો થયો હતો.
અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં 666 બેઠક પર ભાજપે જીત મેળવી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં 666 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જાહેર થયેલા પરિણામમાં 65 બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. જાહેર થયેલા પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઇ છે. હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક થઇ છે. હારીજ વોર્ડ-4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગર તાલુકા પંચાયતની 8 બેઠક પૈકી 5 પર ભાજપ, 3 પર કોંગ્રેસનો વિજય થયો હતો.
Bhavnagar by Election Results: ભાવનગર મહાનગરપાલિકા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો નોંધાવ્યો વિજય
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
