Bhavnagar by Election Results: ભાવનગર મહાનગરપાલિકા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો નોંધાવ્યો વિજય
Bhavnagar by Election Results: ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર ત્રણ વડવાડમાં પેટા ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી, જેમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે.

Bhavnagar by Election Results: ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર ત્રણ વડવાડમાં પેટા ચૂંટણીની આજે મતગણતરી યોજાઈ હતી, જેમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર અમરશી ચુડાસમાએ કોંગ્રેસના હીમત મેણીયાને 3014 મતે પરાજય અપ્યો છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો મત ગણતરી કેન્દ્રએ ઉમટી પડ્યા હતા, જેમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં 666 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જાહેર થયેલા પરિણામમાં 65 બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. જાહેર થયેલા પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઇ છે. હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક થઇ છે. હારીજ વોર્ડ-4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગર તાલુકા પંચાયતની 8 બેઠક પૈકી 5 પર ભાજપ, 3 પર કોંગ્રેસનો વિજય થયો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકામા ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે 33 બેઠક મેળવી હતી. જૂનાગઢના વોર્ડ નંબર 10માં ભાજપને પેનલનો વિજય થયો હતો. તે સિવાય ચાણસ્મા નગરપાલિકામાં પણ ભાજપે કબજો જમાવ્યો હતો. ચાણસ્મામાં જાહેર પરિણામમાં 13 પર ભાજપનો વિજય થયો છે. ગાંધીનગરની છાલા બેઠક પર ભાજપની જીત થઇ હતી. સંતરામપુર વોર્ડ નંબર-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. બોટાદની ગઢડા નગરપાલિકા પર ભાજપનો કબજો થયો હતો.
હાલોલ વોર્ડ-7માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ગારિયાધાર વોર્ડ-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. શિનોરની સાધલી બેઠક પર ભાજપની જીત થઇ છે. ચાણસ્મા વોર્ડ નંબર-3માં ભાજપની પેનલનો વિજય થયો હતો. રાજુલા વોર્ડ નંબર-4માં ભાજપની પેનલનો વિજય થયો હતો. જાફરાબાદ નપાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. જાફરાબાદ નપામાં 16 બિનહરીફ બાદ ભાજપે વધુ 12 બેઠક પર જીત મેળવી હતી.
ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચોરવાડમાં પરાજય થયો હતો. ચોરવાડના વોર્ડ નંબર-3માં વિમલ ચુડાસમાનો પરાજય થયો હતો. કોડીનાર વોર્ડ નંબર-4માં ભાજપની પેનલનો વિજય થયો હતો. મહુધા વોર્ડ નંબર-3માં ભાજપના 3 અને અન્યના ફાળે 1 બેઠક આવી હતી. બાવળા વોર્ડ નંબર-2માં કોંગ્રેસના ચારેય ઉમેદવારનો વિજય થયો હતો. કોડીનાર વોર્ડ નંબર-4માં ભાજપની પેનલનો વિજય થયો હતો. આંકલાવ વોર્ડ-2માં ભાજપના 2 અને અપક્ષના 2 ઉમેદવાર જીત્યા હતા. સોનગઢ નગરપાલિકામાં ભાજપે કબજો કર્યો હતો.
આ પણ વાંચો...




















