શોધખોળ કરો

Jignesh Mevani Bail: ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રાહત, PM મોદી પર કરવામાં આવેલા ટ્વિટ મામલે આસામ કોર્ટમાંથી મળ્યા જામીન

વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી.

પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્વીટ બદલ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની કોર્ટે જામીન આપ્યા છે. જિગ્નેશ મેવાણીના વકીલ એડવોકેટ અંગશુમન બોરાએ સમાચાર એજન્સી ANIને માહિતી આપી હતી.  ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સોમવારે કોકરાઝારની સ્થાનિક અદાલતે જામીન આપ્યા છે.  વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી. કોકરાઝારના અધિક પોલીસ અધિક્ષક સુરજિત સિંહ પાનેસરે જણાવ્યું હતું કે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આસામના કોકરાઝારમાં એક કોર્ટે રવિવારે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.

આસામના કોકરાઝારની એક કોર્ટે રવિવારે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા.  અધિકારીએ કહ્યું હતું કે મેવાણીની જામીન અરજી સહિતના કેસની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. મેવાણીની ત્રણ દિવસની પોલીસ કસ્ટડી પૂરી થતાં રવિવારે મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં દલીલો રાત્રે 9.30 વાગ્યા સુધી બે કલાકથી વધુ ચાલી હતી.

ગળામાં આસામી ગમછામાં લપેટી જિગ્નેશ મેવાણી સીજેએમના નિવાસસ્થાનથી કોકરાઝાર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. આ મામલાની સુનાવણી સીજેએમના નિવાસસ્થાને થઈ હતી. દરમિયાન કોંગ્રેસે અહીં મેવાણીના સમર્થનમાં ધરણા કર્યા હતા.

આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન બોરા અને ધારાસભ્યો દિગંત બર્મન અને એસકે રશીદે પાર્ટી કાર્યાલયથી કોકરાઝાર પોલીસ સ્ટેશન સુધી મૌન કૂચ કરી, જ્યાં મેવાણીને તેમની પોલીસ કસ્ટડી દરમિયાન રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ પણ મેવાણીને મુક્ત કરવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.

AIUDF અને CPI(M) સહિતના અન્ય વિરોધ પક્ષો સાથે રાજ્યના એકમાત્ર અપક્ષ ધારાસભ્યએ  પોલીસ કસ્ટડી દરમિયાન  મેવાણીને મળ્યા હતા અને તેમને તેમના સમર્થનનું વચન આપ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે આસામ પોલીસ દ્વારા જીગ્નેશ મેવાણીની ધરપકડને "અલોકતાંત્રિક" અને "ગેરબંધારણીય" ગણાવી હતી.

કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટ્વિટ્સ અંગે IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆર અનુસાર, તેણે કથિત રીતે એક ટ્વિટ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ગોડસેને ભગવાન માને છે'.

મેવાણીને ગુરુવારે સવારે ગુજરાતથી ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget