શોધખોળ કરો

Gujarat Monsoon: સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં કેટલા તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

હવામાન વિભાગ અનુસાર વલસાડ-નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ લો પ્રેશર બનવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે.

ગાંધીનગરઃ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે સવારે 6 થી બપોરે 6 વાગ્યા સુધીમાં રાજ્માં 116 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

  • વડોદરામાં બે ઇંચ વરસાદ
  • નર્મદાના ડેડિયાપાડામાં 2 ઇંચ વરસાદ
  • તાપીના ડોલવણમાં પોણા બે ઇંચ વરસાદ
  • નવસારી ખેરગામમાં પોણા બે ઇંચ વરસાદ
  • વલસાડના પારડીમાં પોણા બે  ઇંચ વરસાદ
  • વલસાડના ધરમપુરમાં પણ પોણા બે  ઇંચ વરસાદ
  • છોટાઉદેપુરના બોડેલીમાં દોઢ ઇંચ વરસાદ
  • વલસાડના  કપરાડામાં દોઢ ઇંચ વરસાદ
  • વલસાડના વાપીમાં દોઢ ઇંચ વરસાદ
  • ભરુચ નેત્રંગમાં સવા ઇંચ વરસાદ
  • સુરતના પલસાણામાં એક ઇંચ વરસાદ
  • સુરતના ઉમરપાડામાં એક ઇંચ વરસાદ
  • સુરતના બારડોલીમાં એક ઇંચ વરસાદ

હવામાન વિભાગ અનુસાર વલસાડ-નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ લો પ્રેશર બનવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. જેના કારણે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીની વચ્ચે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઓરસંગ નદી બે કાંઠે

છોટા ઉદેપુરમાં આવેલ ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા અને જિલ્લામાં પણ વરસાદી માહોલના કારણે નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. સાથે જ ચેકડેમમાં પણ ઓવરફ્લો થયો છે. ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યારસુધી સરેરાશ 16 ટકા જ વરસાદ નોંધાયો છે. પરંતુ ગઈકાલથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડુતોમાં ફરી એક આશાની કિરણ સેવાઇ રહી છે.

સુરત વિયર કમ કોઝવે બંધ

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલના કારણે નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. સુરતમાં અને ઉપરવાસમાં વરસાદના કારણે કારણે વિયર કમ કોઝવે બંધ કરવામાં આવ્યો છે. તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. જેથી આ ચોમાસાની સીઝનમાં પહેલી વખત કોઝવે બંધ કરાયો છે. રાંદેર અને કતારગામને જોડતો આ કોઝવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત

Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Embed widget