શોધખોળ કરો

Monsoon: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ? આ ચાર જિલ્લામાં આજથી આંધી-વંટોળની આગાહી, 40 કીમીની સ્પીડે પવન ફૂંકાશે

Gujarat Monsoon: રાજ્યમાં અત્યારે મે મહિનો તપી રહ્યો છે, ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે. કેટલાક સ્થળોએ તાપમાનનો પારો હાલના દિવસોમાં 46 અને 47 ડિગ્રી સુધી પણ પહોંચી રહ્યો છે

Gujarat Monsoon: રાજ્યમાં અત્યારે મે મહિનો તપી રહ્યો છે, ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે. કેટલાક સ્થળોએ તાપમાનનો પારો હાલના દિવસોમાં 46 અને 47 ડિગ્રી સુધી પણ પહોંચી રહ્યો છે. ત્યારે લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે, જોકે, વરસાદ પહેલા કેટલાક સ્થળો પર વાવાઝોડુ, આંધી અને વંટોળ આવી શકે છે. 

હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં મે મહિનાની ગરમીથી લોકોને રાહત મળી શકે છે. આગામી મહિને દેશભરમાં વિવિધત ચોસાની એન્ટ્રી થઇ શકે છે. જોકે, આ પહેલા આજથી ગુજરાતમાં કેટલાક સ્થળો પર આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. માહિતી પ્રમાણે, આજથી રાજ્યના ચાર જિલ્લાઓમાં આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છથી લઇને બનાસકાંઠા જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળ આવી શકે છે. પાટણ, સુરેન્દ્રનગર પણ આજે આંધી અને વંટોળીની સ્થિતિ રહી શકે છે. આ ચારેય જિલ્લાઓમાં વંટોળ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

આ વખતે કેમ છે વહેલું ચોમાસું ? તેની પાછળ છે મોટું કારણ, હવામાન વિભાગે ખોલ્યુ રાજ

દેશમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, અને આગામી દિવસોમાં ચોમાસાની પણ એન્ટ્રી થઇ જશે, આ વખતે દેશમાં ચોમાસુ વહેલુ બેસશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (29 મે, 2024) જણાવ્યું હતું કે ચોમાસું નક્કી કરતાં સમય કરતાં પહેલાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહી કરતા એક દિવસ વહેલું ગુરુવારે (30 એપ્રિલ, 2024) કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે. આ પહેલા હવામાન વિભાગે કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. જ્યારે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આવી સ્થિતિમાં ચર્ચા થઈ રહી છે કે ચોમાસાના અકાળે આગમન પાછળનું કારણ શું છે? હવામાનશાસ્ત્રીઓએ આનો જવાબ આપ્યો છે.

ચોમાસું નક્કી સમય પહેલા આવવાનું કારણ શું છે ? 
સમાચાર એજન્સી પીટીઆઈએ હવામાનશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું કે ચોમાસાના વહેલા આગમનનું એક કારણ ચક્રવાતી તોફાન - વાવાઝોડું રેમલ હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, "વાવાઝોડું રેમલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે. જોકે વાવાઝોડું રેમલની અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget