શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ ? છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 251માંથી 152 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ, તાપીના નિઝરમાં એક ઈંચ વરસાદ, નર્મદાના સાગબારામાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઓલપાડ, લુણાવાડા, માંગરોળ, વાપી, કુકરમુંડા, કપરાડા, કામરેજ, અંકલેશ્વરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો.

Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ ? છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં સરેરાશ 80 ટકા વરસાદ

ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હજુ 5 દિવસ ભારે વરસાદની સંભાવના ઓછી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 251માંથી 152 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ 135.78 ટકા, સૌરાષ્ટ્રમાં 109 ટકા જ્યારે ઈંચની રીતે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 41 ઈંચ નોંધાયો છે. રાજ્યમાં પાંચ ઈંચથી ઓછો વરસાદ હોય તેવો એકપણ તાલુકો નથી. છ તાલુકમાં 5 થી 10 ઈંચ, 93 તાલુકામાં 10 થી 20 ઈંચ, 106 તાલુકામાં 20 થી 40 ઈંચ, જ્યારે 46 તાલુકામાં 40 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ ? છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં મેઘમહેર

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે.

આ પણ વાંચોઃ

Weather Update: હિમાચલથી યુપી સુધી ભારે વરસાદનું એલર્ટ, જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર

રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

Embed widget