શોધખોળ કરો

Gujarat New Corona Guidelines:કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર, જાણો મહત્વના સમાચાર

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. 

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન અનુસાર રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયો છે.   હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કોર કમિટિની બેઠક મળી હતી.  આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરાયા છે.  રાજ્યના 10 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગૂ રહેશે. રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર  ઉપરાંત આણંદ અને નડિયાદઆ બે શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગુ કરાયો છે. 

નીચે મૂજબના નિયંત્રણો સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યા છે

રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન કોઇ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં. ખુલ્લામાં મહત્તમ 400, બંધની જગ્યાની ક્ષમતાના 50 ટકા.

લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં 400, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા, લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.

અંતિમક્રિયા, દફનવિધીમાં મહત્તમ 100 વ્યક્તિઓને મંજૂરી

પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટ- નોન એસી બસ સેવાઓ 75  ટકા ક્ષમતા સાથે (ઉભા રહેવાની મનાઈ) એસી બસ સેવાઓ 75 ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મૂક્તિ આપવામાં આવી છે. 

સિનેમાં હોલ- 50 ટકા ક્ષમતા સાથે

જીમ- સમાવેશ ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.

વોટર પાર્ક સ્વિમીંગ પૂલ- ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.

લાઈબ્રેરી-ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.

ઓડિટોરીયમ,એસેમ્બલી હોલ,મનોરંજન સ્થળો-ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે.

જાહેર બાગ બગીચાઓ- રાત્રિના 10 કલાક સુધી

ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યૂએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો, ટ્યૂશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મર પરીક્ષાઓ માટેના કોચિંગ- સ્થળ ક્ષમતાના 50 ટકા સાથે

શૈક્ષણિક સંસ્થાઓ- રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1થી 9માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ તારીખ 31-1-2022 સુધી બંધ રહેશે. માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.

શાળા, કૉલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગે પરીક્ષાઓ- કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપી સાથે યોજી શકાશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સંકુલમાં રમતગમત- પ્રેક્ષકો વગર ચાલુ

રાત્રિ કર્ફ્યૂ સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/ પ્રવૃતિઓ ચાલુ રાખી શકાશે

1 COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
2 મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
3 ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
4 ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
5 પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.
6 પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.
7 પોસ્ટ અને કુરિયર સર્વિસ.
8 ખાનગી સિક્યોરિટી સેવા
9 પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
10 કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
11 ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
12 આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર/ સેવાના પરિવહન સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ કોર્મસ સેવાઓ
13  તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
14 બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
Embed widget