Gujarat Heat Wave: ફરી શેકાવવા રહેજો તૈયાર, જાણો આજે ક્યાં પડશે આગ ઝરતી ગરમી ?
Gujarat Heat Wave: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતા ફરીથી રાજ્યમાં ગરમીમાં શેકાવવા તૈયાર રહેજો. અમદાવાદમાં 3 દિવસમાં ફરીથી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતા સેવાઇ છે

Gujarat Heat Wave: રાજ્યમાં ફરી એકવાર આગ ઝરતી ગરમી વરસશે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી રાજ્યમાં સૂર્યદેવે કહેર વર્તાવવાનું શરૂ કરી દે છે. રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી પણ ઉપર પહોંચવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, પવનની દિશા બદલાઈને હવે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો શરૂ થયા છે જેના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે બફારામાં વધારો થવાની શક્યતાઓ છે. આજે અનેક વિસ્તારોમાં હીટવેવ શરૂ થશે.
રાજ્યમાં હીટવેવનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગ ઝરતી ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવા માટેની મોટી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતા ફરીથી રાજ્યમાં ગરમીમાં શેકાવવા તૈયાર રહેજો. અમદાવાદમાં 3 દિવસમાં ફરીથી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતા સેવાઇ છે. વાતાવરણમાં પલટો આવતા ફરી પવનની દિશા બદલાઈને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવનો શરૂ થયા છે. જેની અસરથી સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવાર કરતા 1 ડિગ્રી વધીને 40.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.7 ડિગ્રી નોંધાયું હતુ. તાપમાનમાં માત્ર 1 ડિગ્રીનો વધારો થયો હોવા છતા દિવસ દરમિયાન ચાલુ રહેલા ગરમ પવનનોની અસરથી લોકોએ માથું તપવી નાંખતી ગરમીનો અનુભવ કર્યો. અચાનક ચાલુ થયેલા ગરમ પવનોની અસરોથી લોકોએ 41 ડિગ્રી મહત્તમ તાપમાન હોવા છતા 43 ડિગ્રી જેટલી ગરમીનો અનુભવ કર્યો. શહેરમાં કાળઝાળ ગરમીની સાથે બફારામાં વધારો થવાની શક્યતા પણ છે. ના માત્ર અમદાવાદ પણ રાજકોટમાં પણ આ વખતે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. સોમવારે 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. તો અમરેલીમાં 41.6, ભુજમાં 41.1, સુરેંદ્રનગરમાં 41.2, ગાંધીનગરમાં 40.5,
વડોદરામાં 40, કેશોદમાં 40, વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતના કેટલાક શહેરોમાં 40 ડિગ્રીથી વધારે મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, મોરબી, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ભરૂચ, જુનાગઢ, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાવનગર, ડાંગ, દેવભૂમિદ્વારકા, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.





















