શોધખોળ કરો
Advertisement
Gujarat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં AAPના ઉમેદવારનો માત્ર 2 મતે વિજય, જાણો કોને મળ્યા કેટલા મત ?
Gujarat Municipality Election 2021 Results Update: ભાજપની સૌથી સિક્યોર સીટ પર આપનો વિજય થયો હતો. જેના કારણે ભાજપ કોંગ્રેસમાં સન્નાટો છે.
અમરેલી: ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામની નજર પર છે. સુરતમાં 27 સીટ જીત્યા બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સુરતમાં રોડ શો કરીને સૌરાષ્ટ્રવાસીઓને રિઝવ્યા હતા. જેથી સૌરાષ્ટ્રમાં આપના દેખાવ પર તમામની નજર છે.
અમરેલી જિલ્લામાં આપની એન્ટ્રી થઈ છે. ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપના ઉમેદવાર માત્ર 2 મતથી વિજેતા બન્યા છે. આપના ઉમેદવાર રેખાબેને સવજીભાઈ પરમારની જીત થઈ છે. ભાજપની સૌથી સિક્યોર સીટ પર આપનો વિજય થયો હતો. જેના કારણે ભાજપ કોંગ્રેસમાં સન્નાટો છે.
આ પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરનારી આમ આદમી પાર્ટી (AAP)એ સુરત જિલ્લામાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. સુરત મહાનગર પાલિકા બાદ સુરત જીલ્લામાં AAPએ ખાતું ખોલાવીને તાલુકા પંચાયતની બેઠક જીતી હતી. આમ આદમી પાર્ટી (AAP)એ કામરેજ તાલુકાની આંબોલી તાલુકા પંચાયત બેઠક થઈ છે. સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલનો ગઢ મનાય છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ અહીં પ્રવેશ કર્યો છે.
Gujarat Panchayat Election Result 2021 : C.R. પાટીલના ગઢમાં AAPનો પ્રવેશ, Suratમાં કઈ બેઠક પર AAPનાં ક્યાં ઉમેદવાર જીત્યાં ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement