Gujarat Police: ગુજરાત પોલીસમાં ધરખમ ફેરફાર, 68 PI ને DySP તરીકે બઢતી, 7 અધિકારીઓની બદલીનો હુકમ
પોલીસ બેડામાં મેગા ઓપરેશન: બિન-હથિયારી અને વાયરલેસ PI ને પ્રમોશનની ભેટ, જાણો કયા અધિકારીઓને મળ્યો લાભ.

Gujarat Police news: રાજ્યના ગૃહ વિભાગ (Home Department) દ્વારા પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને નાયબ પોલીસ અધિક્ષક (DySP) તરીકે બઢતી (Promotion) આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ 7 જેટલા DySP કક્ષાના અધિકારીઓની બદલીના પણ આદેશો કરવામાં આવ્યા છે. આ હુકમમાં હથિયારી, બિન-હથિયારી અને વાયરલેસ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવતા અધિકારીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે પોલીસ અધિકારીઓની બઢતી અને બદલીનો ગંજીપો ચીપ્યો છે. ગૃહ વિભાગના સત્તાવાર પરિપત્ર મુજબ, રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 75 અધિકારીઓ ની બઢતી અને બદલી કરવામાં આવી છે.
કોને મળ્યું પ્રમોશન? (Promotion Details) સરકારી આદેશ અનુસાર, કુલ 68 PI (Police Inspectors) ને તેમના વર્તમાન હોદ્દા પરથી બઢતી આપીને DySP (Deputy Superintendent of Police) બનાવવામાં આવ્યા છે. આ બઢતીમાં નીચે મુજબના વિભાગોનો સમાવેશ થાય છે:
બિન-હથિયારી (Unarmed): રાજ્યના વિવિધ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને ખેડામાં ફરજ બજાવતા સૌથી વધુ 47 બિન-હથિયારી PI ને DySP તરીકે પ્રમોશન મળ્યું છે.
હથિયારી (Armed): સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) અને અન્ય હથિયારી દળોમાં ફરજ બજાવતા 9 હથિયારી PI ને પણ બઢતી આપવામાં આવી છે.
વાયરલેસ (Wireless): ટેકનિકલ અને કમ્યુનિકેશન વિભાગમાં મહત્વની ભૂમિકા ભજવતા 12 વાયરલેસ PI ને પણ DySP તરીકે બઢતી મળી છે.
| પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ | નાયબ પોલીસ અધિક્ષક સંવર્ગમાં બઢતીથી નિમણૂકની જગ્યા | રીમાર્ક્સ |
| જે.કે. પટેલ | નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, વલસાડ | ખાલી જગ્યાએ |
| પી.એન.પટેલ | વિભાગીય પોલીસ અધિકારી, કરજણ, જી. વડોદરા | ખાલી જગ્યાએ |
| એસ.સી.તરડે | મદદનીશ પોલીસ કમિશ્નર, જે ડિવિઝન, સુરત શહેર | દીપ વકીલની બદલીથી |
| એચ.બી.વાઘેલા | વિભાગીય પોલીસ અધિકારી, પેટલાદ, જી. આણંદ | 01/01/2019 થી નોશનલ લાભ સાથે |
| એલ.ડી.વાગડીયા | નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ), સુરત રીજીયન | જગ્યા ડાઉનગ્રેડ કરીને |
| આર.એસ.ડોડીયા | નાયબ પોલીસ અધિક્ષક, સી.આઈ.ડી. (ક્રાઈમ), વડોદરા | 05/10/2018 થી નોશનલ લાભ સાથે |
| ડી.વી.દવે | નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ, ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| આર.બી.દેસાઈ | મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ | ખાલી જગ્યાએ |
| એ.એ.શેખ | ઉપાચાર્ય, પોલીસ તાલીમ શાળા, વડોદરા | 05/10/2018 થી નોશનલ લાભ સાથે |
| એમ.એચ. પુવાર | મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ | ખાલી જગ્યાએ |
| આર.એમ. સરોદે | વિભાગીય પોલીસ અધિકારી, કલોલ, જી. ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| જે.એચ.દહિયા | વિભાગીય પોલીસ અધિકારી, શિહોર, જી. ભાવનગર | 05/10/2018 થી નોશનલ લાભ સાથે |
| કે.એમ.પ્રિયદર્શી | નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ), ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| એન.કે.વ્યાસ | મદદનીશ પોલીસ કમિશ્નર, જે-ડિવિઝન, અમદાવાદ શહેર | ખાલી જગ્યાએ |
| પી.એ.આર્ય | મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક (વહિવટ), અમદાવાદ શહેર | ખાલી જગ્યાએ |
| એફ.બી.પઠાણ | નાયબ પોલીસ અધિક્ષક, વિજીલન્સ સેલ, ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| એ.એચ.રાજપુત | નાયબ પોલીસ અધિક્ષક, લાજપોર જેલ, સુરત | ખાલી જગ્યાએ |
| સી.યુ.પારેવા | મદદનીશ પોલીસ કમિશ્નર, કંટ્રોલ રૂમ, સુરત શહેર | ખાલી જગ્યાએ |
| વી.જે.વ્યાસ | નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, રાજકોટ ગ્રામ્ય | ખાલી જગ્યાએ |
| પી.ડી.પરમાર | મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફીક બી-ડિવિઝન, અમદાવાદ | ખાલી જગ્યાએ |
| એસ.એસ.ભદોરિયા | વિભાગીય પોલીસ અધિકારી, ચોટીલા, જી. સુરેન્દ્રનગર | ખાલી જગ્યાએ |
| કે.આર.ડિમરી | વિભાગીય પોલીસ અધિકારી, ડાંગ | 05/10/2018 થી નોશનલ લાભ સાથે |
| જે.ડી.મેવાડા | મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, રાજકોટ | 05/10/2018 થી નોશનલ લાભ સાથે |
| વી.બી.બારડ | વિભાગીય પોલીસ અધિકારી, દાંતા, જી. બનાસકાંઠા | ખાલી જગ્યાએ |
| કે.ડી.ખાંભલા | નાયબ પોલીસ અધિક્ષક, એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ, ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| આઈ.બી.અજમેરી | નાયબ પોલીસ અધિક્ષક, મહિલા સેલ, સી.આઈ.ડી., ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| એમ.કે.સ્વામી | વિભાગીય પોલીસ અધિકારી, ગરબાડા, જી. દાહોદ | ખાલી જગ્યાએ |
| એસ.એન.બારોટ | મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ભાવનગર | ખાલી જગ્યાએ |
| એમ.એમ.લાલીવાલા | મદદનીશ પોલીસ કમિશ્નર (ટ્રાફીક), રાજકોટ શહેર | ખાલી જગ્યાએ |
| એસ.એમ.પટેલ | મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફીક સી-ડિવિઝન, અમદાવાદ | ખાલી જગ્યાએ |
| વી.ડી.વાળા | નાયબ પોલીસ અધિક્ષક, સી.આઈ. સેલ, સી.આઈ.ડી., ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| વી.બી.પટેલ | મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, અમદાવાદ | ખાલી જગ્યાએ |
| એમ.બી.નકુમ | વિભાગીય પોલીસ અધિકારી, તળાજા, જી. ભાવનગર | ખાલી જગ્યાએ |
| જે.ડી. વાઘેલા | વિભાગીય પોલીસ અધિકારી, મોડાસા, જી. અરવલ્લી | ખાલી જગ્યાએ |
| એસ.જિ.બલોચ | નાયબ પોલીસ અધિક્ષક, એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ, ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| જી.એલ. ચૌધરી | નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, મહિસાગર | ખાલી જગ્યાએ |
| જે.એમ.આલ | વિભાગીય પોલીસ અધિકારી, મોરબી | પી.એ.ઝાલાની બદલીથી |
| એમ.એમ.દિવાન | નાયબ પોલીસ અધિક્ષક, જી.યુ.વી.એન.એલ., વડોદરા | ખાલી જગ્યાએ |
| એસ.પી.કહાર | વિભાગીય પોલીસ અધિકારી, બોરસદ, જી. આણંદ | ખાલી જગ્યાએ |
| એચ.કે.ભરવાડ | મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફીક (રીજીયન-૪), સુરત શહેર | ખાલી જગ્યાએ |
| ડી.કે.પટેલ | એજ્યુટન્ટ, એસ.આર.પી.એફ. ગ્રુપ-૧૪, વલસાડ | એચ.વી.દેસાઈની બદલીથી |
| કે.પી.પરમાર | નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, મોરબી | ખાલી જગ્યાએ |
| પી.જી.ચૌધરી | મદદનીશ પોલીસ કમિશ્નર (કંટ્રોલ રૂમ), વડોદરા શહેર | ખાલી જગ્યાએ |
| એસ.એસ.નિનામા | મદદનીશ પોલીસ કમિશ્નર (એસ.ઓ.જી.), અમદાવાદ શહેર | ખાલી જગ્યાએ |
| જે.જી.વાઘેલા | મદદનીશ પોલીસ કમિશ્નર, કમાન્ડ એન્ડ કંટ્રોલ, અમદાવાદ | ખાલી જગ્યાએ |
| એસ.એચ.ચૌધરી | મદદનીશ પોલીસ કમિશ્નર (વિશેષ શાખા), વડોદરા શહેર | ખાલી જગ્યાએ |
| એ.કે.કલાસવા | નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, દાહોદ | ખાલી જગ્યાએ |
| વી.બી.જાડેજા (પ્રતિક્ષા હેઠળ) | મદદનીશ પોલીસ કમિશ્નર, ઉત્તર ઝોન, રાજકોટ | ખાલી જગ્યાએ |
| આર.બી.દેવધા (જામનગર ગ્રામ્ય) | વિભાગીય પોલીસ અધિકારી, રાજપીપળા, નર્મદા | ખાલી જગ્યાએ |
| પી.એ.ઝાલા (મોરબી) | નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ), રાજકોટ | ખાલી જગ્યાએ |
| દીપ વકીલ (સુરત શહેર) | નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ), જૂનાગઢ | એમ.પી.સોલંકીની બદલીથી |
| એમ.પી.સોલંકી (જૂનાગઢ ઈન્ટેલીજન્સ) | મદદનીશ નિયામક, એ.સી.બી., જૂનાગઢ | ખાલી જગ્યાએ |
| કે. એલ. વાઘેલા | નાયબ પોલીસ અધિક્ષક (વાયરલેસ), ATS, અમદાવાદ | ખાલી જગ્યાએ |
| એચ. એન. નિનામા | નાયબ પોલીસ અધિક્ષક (વાયરલેસ), અમદાવાદ રેન્જ | ખાલી જગ્યાએ |
| જે. કે. મોથલીયા | DySP (સ્ટોર્સ અને વર્કશોપ), તકનીકી સેવાઓ, ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| કે. પી. પરમાર | નાયબ પોલીસ અધિક્ષક (વાયરલેસ), રાજકોટ શહેર | પી. એ. પરમારની બદલીથી |
| એસ. એન. ઠાકરે | નાયબ પોલીસ અધિક્ષક (વાયરલેસ), ગાંધીનગર રેન્જ | ખાલી જગ્યાએ |
| એમ. કે. મોટવાણી | નાયબ પોલીસ અધિક્ષક (વાયરલેસ), વડોદરા રેન્જ | ખાલી જગ્યાએ |
| વી. ડી. શર્મા | નાયબ પોલીસ અધિક્ષક (સાયફર), ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| સી. એ. શાહ | નાયબ પોલીસ અધિક્ષક (વહીવટ), ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| ડી. એ. સોતા | નાયબ પોલીસ અધિક્ષક (વાયરલેસ), પંચમહાલ રેન્જ | ખાલી જગ્યાએ |
| એચ. કે. જોષી | નાયબ પોલીસ અધિક્ષક (કોમ્યુનિકેશન), ગાંધીનગર | ખાલી જગ્યાએ |
| ડી. કે. કોષ્ટી | નાયબ પોલીસ અધિક્ષક (વાયરલેસ), ભાવનગર રેન્જ | ખાલી જગ્યાએ |
| કે. આર. પટેલ | નાયબ પોલીસ અધિક્ષક (વાયરલેસ), વડોદરા શહેર | ખાલી જગ્યાએ |
| પી. એ. પરમાર (રાજકોટ શહેર) | DySP (ડ્રોન તાલીમ સંસ્થા), કરાઇ, ગાંધીનગર | ખાલી જગ્યાએ |





















