શોધખોળ કરો

મહિસાગરમાં કેનાલમાંથી મળી યુવકની લાશ, પાટણમાં સરોવરમાંથી મળી યુવકની લાશ, મોતના કારણ અંગે તપાસ ચાલું

ગુજરાતમાં આજે અલગ અલગ જગ્યાએથી બે યુવકોની લાશ મળી આવી છે. મહિસાગર જિલ્લાની વીરપુર તાલુકાના કુંભરવાડી ગામ પાસે ભાદર કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

પાટણઃ ગુજરાતમાં આજે અલગ અલગ જગ્યાએથી બે યુવકોની લાશ મળી આવી છે. મહિસાગર જિલ્લાની વીરપુર તાલુકાના કુંભરવાડી ગામ પાસે ભાદર કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવાનની હત્યા કે આત્મ હત્યા  ? તે તપાસનો વિષય છે. મૃતદેહ ડિસ્કપોઝ હાલતમાં હોવાના કારણે સ્થળ પરજ પોર્શમોર્ટમ કરાયુ.

પાટણમાં આવેલ ખાન સરોવરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. નગરપાલિકાના તરવૈયાઓએ ખાન સરોવરમાથી  મૃતદેહ નિકાળ્યો.  અંદાજીત 22 વર્ષના યુવાનનો મૃતદેહ છે. આ સિવાય  કડીના આદુંદરા પાસે કેનાલમાં એક યુવાને મારી મોતની છલાંગ. ગઇ કાલે  સવારે મારી હતી મોતની છલાંગ. યુવાન કેનાલમાં ડૂબી જતાં યુવાન લાપતા થયો. યુવાનની લાશને કેનાલમાંથી શોધવા  તંત્રની કોઈ મદદ ન મળતી હોવાનો પરિવારનો આરોપ છે. પરિવાર સભ્યો ગઈ કાલથી કેનાલ પર બેઠેલા જોવા મળ્યા. પરિવારના સભ્યો એ તંત્ર પાસે  મદદની માંગણી કરી.

રાજકોટઃ જેતપુરના ખાખરીયા હનુમાન મંદિરના મહંતની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાંથી લાશ મળી હતી. ગઈ કાલે દોરીથી હાથપગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહની તપાસ કરાઇ હતી. મૃતદેહ બીલખાના ચોરવડી પાસેના ખાખરીયા હનુમાન મંદીરના મહંત હોવાની ઓળખ થઈ હતી.

Ahmedabad : યુવકે ઘરમાં ઘૂસીને કરી યુવતીની છેડતી, પીડિતાની માતાએ વીડિયો ઉતારતાં ઉતારી નાંખ્યા કપડા

અમદાવાદઃ શહેરના મેઘાણીનગરમાં યુવતીના ઘરે જઈને છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. પીડિતાની માતાએ વીડિયો ઉતારતા ટપોરી નગ્ન થઈ ગયો હતો. વિકૃત ટપોરી ઘરની બહાર કપડાં કાઢી નગ્ન થતાં ઘટનાનો વીડિયો ઉત્તારીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતી ઘરની બહાર નીકળે ત્યારથી ઘરે પરત આવે ત્યાં સુધી પીછો કરતા લુખ્ખા સામે મેઘાણીનગરમાં ફરિયાદ થઈ છે. 

આ અંગેની વિગતો એવી છે કે, યુવતી ઘરેથી બહાર નીકળે ત્યારે આ ટપોરી તેની સાથે ગંદી ભાષામાં વાતો કરતો હતો. તેમજ તેની છેડતી કરતો હતો. જોકે, પરિવારે આબરુ જવાની બીકેમ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને યુવકની હરકતો સહન કરતા હતા. યુવતીએ પણ યુવકને પોતાનો પીછો ન કરવા માટે ટપાર્યો હતો, પણ ટપોરી બોબી નડિયા કોઈ વાતે સમજવા તૈયાર ન હતો.

દરમિયાન ગત 2  માર્ચે યુવતી અને તેની માતા ઘરે હતા ત્યારે બોબી ત્યાં આવ્યો હતો અને યુવતીને બોલાવીને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ડરીને યુવતી અને તેની માતા ઘરમાં ઘૂસી ગયાં હતાં. જેથી યુવક વધુ ઉશ્કેરાયો હતો ઘર પર પથ્થરો મારવા લાગ્યો હતો. દરવાજા પર દંડા પણ માર્યા હતા. આ સમયે યુવતીની માતા વીડિયો બનાવતા હતા, તે જોઇ  યુવક કપડાં ઉતારવા લાગ્યો હતો. યુવતીની માતા સામે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. આમ, યુવકની હરકતોથી કંટાળી અંતે યુવતીએ યુવક સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget