Gujarat Politics: ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઈ વજુભાઈ વાળાએ શું કર્યો મોટો દાવો ?
Vijay Rupani Resignation વજુભાઈ વાળાએ એબીપી અસ્મિતા પર દાવો કર્યો કે, મીડિયામાં જેની ચર્ચા ચાલે છે તેના કરતાં ચોંકાવનારું નામ આવશે. નવા મુખ્યમંત્રી કોણ તે અંગે કોઈએ વિચાર્યું નહીં હોય તેવું નામ આવશે.
Vijay Rupani Resignation: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ નાણા મંત્રી અને કર્ણાટકના પૂર્વ વજુભાઈ વાળાએ પણ મોટું નિવેદન આપ્યું છે.
વજુભાઈ વાળાએ શું કર્યો દાવો
વજુભાઈ વાળાએ એબીપી અસ્મિતા પર દાવો કર્યો કે, મીડિયામાં જેની ચર્ચા ચાલે છે તેના કરતાં ચોંકાવનારું નામ આવશે. નવા મુખ્યમંત્રી કોણ તે અંગે કોઈએ વિચાર્યું નહીં હોય તેવું નામ આવશે.
રૂપાલાએ શું કહ્યું
રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે. તે સિવાય તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું.
કોણ બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી
ગુજરાતના નવા મુખ્યમંત્રી બનવાની રેસમાં મનસુખ માંડવિયા, ગોરધન ઝડફીયા, પુરષોત્તમ રૂપાલા, સી.આર.પાટીલ નામ હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. જાણીતા દૈનિક અકિલાના તંત્રી કિરીટ ગણાત્રાના કહેવા મુજબ, પાટીદાર ચહેરો જ મુખ્યમંત્રી બની શકે છે. ગોરધનભાઈ ઝડફિયા મુખ્યમંત્રી બની શકે છે.
રાજીનામા બાદ શું કહ્યું રૂપાણીએ
રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરીષદમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.