શોધખોળ કરો
Advertisement
સી.આર પાટિલે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં કરી વધુ 9 હોદ્દેદારોની નિમણૂક, જાણો કોને ક્યાં નિમાયા ?
સંગઠનના પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા, આઈટી તેમજ સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર, સહ કન્વીનરોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ દ્વારા આજે વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ સંગઠનના પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા, આઈટી તેમજ સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર, સહ કન્વીનરોના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ નિમણૂકોમાં સૌથી મહત્વની જાહેરાત ભરતભાઈ બોઘરા અને મહેન્દ્ર પટેલની પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખપદે નિમણૂક છે. જયશ્રીબેને દેસાઈને પ્રદેશ મંત્રી, યમલભાઈ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તા, ડો યજ્ઞેશભાઈ દવેને પ્રદેશ મીડિયા પ્રભારી, કિશોરભાઈ મકવાણાને પ્રદેશ સહ મીડિયા પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. નિખીલભાઈ પટેલ કન્વીનર, આઈટી, સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ કન્વીનર, સોશિયલ મીડિયા, મનનભાઈ દાણી પ્રદેશ સહ કન્વીનર સોશિયલ મીડિયાની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું. જૂના જોગીઓને રવાના કરીને નવા નેતાઓને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement