શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં કેટલા તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો ક્યાં પડ્યો સૌથી વધારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તેમજ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે.
અમદાવાદઃ સાઈક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 12 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી 135 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં 2.3 ઈંચ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, તેમજ સૌરાષ્ટ્રમાં હળવે વરસાદ પડી શકે છે.
ક્યાં પડ્યો સૌથી વધારે વરસાદ
- સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતીવાડા તાલુકમાં 2.3 ઇંચ
- બનાસકાંઠાઃ દાંતા - 2.2 ઈંચ
- પાટણઃ સરસવતી - 2.2 ઇંચ
- સાબરકાંઠાઃ પોસિના - 1.9 ઇંચ
- પાટણઃ સિદ્ધપુર - 1.6 ઇંચ
- ગાંધીનગરઃ માણસા - 1.5 ઇંચ
- સાબરકાંઠાઃ હિંમતનગર - 1.4 ઇંચ
શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત
મોટા સમાચારઃ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત
ફાર્મા કંપનીઓ પર પણ પડ્યો લોકડાઉનનો માર, નાની બીમારીની દવાના વેચાણમાં થયો ઘટાડો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement