શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફાર્મા કંપનીઓ પર પણ પડ્યો લોકડાઉનનો માર, નાની બીમારીની દવાના વેચાણમાં થયો ઘટાડો
કોવિડ-19 સંક્રમણના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી સતત ચોથા મહિને દવાના વેચાણમાં ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ લોકડાઉનના કારણે દવાઓનું વેચાણ ઘટ્યું છે. દેશમાં શ્વાસ અને પેટની બીમારીના દવાના વેચાણમાં ઘટાડો થયો છે. કોવિડ-19 સંક્રમણના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી સતત ચોથા મહિને આ દવાના વેચાણમાં ઘટાડો થયો છે. લોકડાઉનના કારણે દર્દી નાની બીમારી માટે હોસ્પિટલમાં નથી જતા. ઓલ ઈન્ડિયા ઓરિજિન કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન મુજબ એપ્રિલથી આ દવાના વેચાણમાં ઘટાડો આવ્યો છે.
એપ્રિલમાં આ દવાના વેચાણમાં સરેરાશ 15 ટકા ઘટાડો થયો છે. જુલાઈમાં વેચાણમાં 10 ટકા ઘટાડો થયો હતો. આ રીતે ગેસ્ટ્રો મેડિસિનના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. જુલાઈમાં તેમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શ્વાસ સંબંધિત બીમારીના વેચાણમાં 2 ટકા ઘટાડો થયો છે. લોકડાઉન દરમિયાન માત્ર જૂની બીમારીઓ, જેમકે ડાયાબિટીસ, હાર્ટ સંલગ્ન બીમારીની દવામાં વધારો થયો છે. જૂનમાં આ દવાના વેચાણમાં 13.9 ટકા વધ્યું હતું. જુલાઈમાં 13.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
જુલાઈમાં ભારતના ફાર્મા ઉદ્યોગમાં માત્ર 0.2 ટકાનો વધારો નોંધાયો હતો. જે આ મહિને વધીને 11,681 કરોડ રૂપિયા પર પોહંચ્યું છે. ગ્લેક્સો સ્મિથલાઈન, એલકેમ લેબોરેટરી અને અબોટ ઈન્ડિયાના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જૂનમાં ફાર્મા માર્કેટ 2.4 ટકા હતું.
ફાર્મા કંપનીઓના પરિણામ પર પણ લોકડાઉનની અસર જોવા મળી છે. સન ફાર્મા અને લ્યુપિનના વેચાણમાં ઘટાડો થયો છે. લ્યુપિનના એમડી નીલેશ ગુપ્તાએ કહ્યું કે, લોકડાઉનના કારણે ભારતીય અને અમેરિકન બજારમાં આ દવાના વેચાણને ઝટકો લાગ્યો છે. તેથી કંપનીના ત્રિમાસિક પરિણામ ખરાબ રહ્યા છે.
મોટા સમાચારઃ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત
શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રાઇમ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion