શોધખોળ કરો
મોટા સમાચારઃ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત
14 ઓગસ્ટથી રાજસ્થાનનું વિધાનસભા સત્ર શરૂ થશે. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત બહુમત સાબિત કરવાનો પ્રયાસ કરશે
![મોટા સમાચારઃ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત Rajasthan Politics: Sachin Pilot meets Rahul Gandhi મોટા સમાચારઃ સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/10214353/sachin.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ રાજસ્થાન વિધાનસભાના પ્રસ્તાવિત સત્રના થોડા દિવસો પહેલા રાજસ્થાનના રાજકારણમાં મોટી હલચલ થઈ રહી છે. બળવાખોર નેતા સચિન પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસના સૂત્રોએ આ જાણકારી આપી હતી. સૂત્રોના કહેવા મુજબ સચિન પાયલટ સાથે મુલાકાત બાદ રાહુલ અને પ્રિયંકા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા.
14 ઓગસ્ટથી રાજસ્થાનનું વિધાનસભા સત્ર શરૂ થશે. જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત બહુમત સાબિત કરવાનો પ્રયાસ કરશે. આ પહેલા કોંગ્રેસનો આંતરિક વિવાદ અટકતો જોવા મળી રહ્યો છે.
પાયલટ અને બળવાખોર ધારાસભ્યો વચ્ચે વાતચીત અને સમાધાન અંગે પૂછવામાં આવતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, અમે પહેલા પણ કહી ચુક્યા છીએ અને આજે પણ કહીએ છીએ જો પાયલટ અને બીજા બળવાખોર ધારાસભ્યો સરકાર અસ્થિર કરવાના પ્રયાસ માટે માફી માંગી લે તો તેમને ફરીથી અપનાવવા પર વિચાર કરી શકાય છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવો કરવા અને પાર્ટી બેઠકમાં સામેલ નહીં થવા બદલ કોંગ્રેસ હાઇકમાન્ડે પાયલટને ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા.
શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)