Gujarat rain forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ? જાણો શું છે આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ જો ગુજરાતની નજીકથી પસાર થશે તો ગુજરાતમાં ફરી એક ગુજરાતમાં વરસાદ આવી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ દિશામાં આગળ વધે તે પરથી ગુજરાતના આગામી દિવસનું વેધર નક્કી થશે.
Gujarat rain forecast:અરબી સમુદ્રની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. હાલ બે સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રની સિસ્ટમ કારણે છેલ્લા 3થી 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે જો કે આ સિસ્ટમ હવે આગળ વધી ગઇ છે જેના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ આજથી ઘટી જશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ જો ગુજરાતની નજીકથી પસાર થશે તો ગુજરાતમાં ફરી એક ગુજરાતમાં વરસાદ આવી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ દિશામાં આગળ વધે તે પરથી ગુજરાતના આગામી દિવસનું વેધર નક્કી થશે.બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ જો ફરી હળવુ દબાણ સર્જે તો ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે.
રાજ્યના આજે 10 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્રના ચાર, દ.ગુજરાતના 6 જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી,ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. આજે નર્મદા, સુરત, તાપીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે. નવસારી, ડાંગ અને વલસાડમાં હળવો વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં હજુ 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. આજે કચ્છ, દ્વારકા, જામનગર,રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. ઉપરાંત દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઇ જતાં 15 ઓક્ટોબર એટલે આજથી વરસાદનું જોર ઓછું થઇ જશે. નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટીથી શક્યતા છે.
આવતીકાલની વાત કરીએ તો રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફન્ટાયું તેથી જો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ એક્ટિવ નહિ થાય તો ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે.