શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બહુચરાજીમાં સૌથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા મુકી છે. અમદાવાદ, પાટણ, બનાસકાંઠા સહિતના સ્થળોએ અચાનક આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Gujarat Unseasonal Rain:  અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા મુકી છે. અમદાવાદ, પાટણ. બનાસકાંઠા સહિતના સ્થળોએ અચાનક આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો છેલ્લા ઘણા સમયથી પડી રહેલી અસહ્ય ગરમીથી પણ લોકોને રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં મહેસાણાના બહુચરાજીમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
 
બનાસકાંઠાના દાંતામાં સવા બે ઈંચ, અમદાવાદ શહેરમાં સવા બે ઈંચ, બનાસકાંઠાના વડગામમાં બે ઈંચ, પાટણના ચાણસ્મામાં બે ઈંચ, જોટાણા, બાવળા, કલોલ, વડાલી અને શિનોરમાં પોણા બે ઈંચ તથા નડિયાદ, કડી, પેટલાદમાં સવા સવા ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી

અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના રાયપુર દરવાજા પાસે મકાનની દીવાલ ધરાશાયી હતી. બંગલાની પોળમાં મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના અહેવાલ નથી. સ્થાનિક કાઉન્સિલર ઘટનાસ્થળે પહોચ્યા હતા. રવિવારે પડેલા કમોસમી વરસાદના કારણે દીવાલ પડી હોવાની શક્યતા છે.

એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ

રવિવારે સાંજે અમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા મહાનગરપાલિકાની પ્રી- મોનસૂનનો પ્લાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચાંદખેડા અને રાણીપમાં વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું. વરસાદની સાથે ભારે પવન પવન ફુંકાતા શહેરમાં 15 વૃક્ષો ધારાશાયી થયા હતા. ભારે પવનના કારણે ઠેર ઠેર જાહેરાતના હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. ઘણી જગ્યાઓ પર પાણી ભરાતા વાહનો બંધ થતા વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. 

ઉસ્માનપુરા, બોડકદેવ, સાયન્સ સીટી, ગોતા, ચાંદલોડિયા. જોધપુર, બોપલ, મક્તમપુરામાં સાડા ત્રણ ઈંચ અને સરખેજમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે દાણાપીઠ, દુધેશ્વર અને મણિનગરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે સાબરમતી નદી પરના વાસણા બેરેજના ચાર દરવાજા ખોલી છ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જ્યારે શહેરના વેષ્ણોદેવીથી ઝુંડાલ સર્કલ તરફ જતા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો. અંડર બ્રિજ બંધ કરાતા બે કિલોમીટર સુધીના રસ્તામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Weather:  રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Bypolls Result 2024: પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની બમ્પર જીત, જાણો બીજેપી-કોંગ્રેસના ઉમેદવારની સ્થિતિ

Bypolls Result 2024 Live: પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની શાનદાર જીત, બંગાળમાં TMCને મળી છે લીડ

Rain Update: વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 3.5 ઇંચ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન

ABP Premium

વિડિઓઝ

Arjun Modhwadia | મોઢવાડિયા આજે ખેતરમાં, મંત્રીમંડળમાં ક્યારે?Gujarat Rain | દક્ષિણ ગુજરાતમાં વરસાદનું દે ધનાધન | ગણદેવીમાં સવારે 2 જ કલાકમાં ખાબક્યો પોણા 4 ઇંચGujarat Rain Updates | ગુજરાતમાં અત્યાર સુધીનો કેટલા ટકા ખાબક્યો વરસાદ?, જુઓ વીડિયોમાંIndia Rain  | દેશમાં જળવિસ્ફોટ, ક્યાંક શહેરોમાં પાણીમાં ગરકાવ તો ક્યાંક પહાડો જમીનદોસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Weather:  રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Weather: રાજ્યના આ 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Bypolls Result 2024: પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની બમ્પર જીત, જાણો બીજેપી-કોંગ્રેસના ઉમેદવારની સ્થિતિ
Bypolls Result 2024: પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની બમ્પર જીત, જાણો બીજેપી-કોંગ્રેસના ઉમેદવારની સ્થિતિ
Bypolls Result 2024 Live: પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની શાનદાર જીત, બંગાળમાં TMCને મળી છે લીડ
Bypolls Result 2024 Live: પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની શાનદાર જીત, બંગાળમાં TMCને મળી છે લીડ
Rain Update: વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 3.5 ઇંચ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન
Rain Update: વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 4 કલાકમાં 3.5 ઇંચ વરસતાં અનેક વિસ્તાર જળમગ્ન
Himachal Pradesh bypolls: 2012થી જે બેઠક પર હતો બીજેપીનો દબદબો ત્યાં કોંગ્રેસને મળી જીત, સીએમ સુખુની પત્નીએ કરી કમાલ

IND vs ZIM: શું ચોથી T20માં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 બદલાશે? આ બોલરનું થઈ શકે છે ડેબ્યૂ

UCC: રાજ્ય પોતે જ લાગુ કરશે UCC કાયદો, જાણો કેન્દ્ર સરકારની ભૂમિકા અંગે બીજેપી સૂત્રોએ શું કર્યો દાવો?

Rain Update: નવસારીમાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ

Embed widget