Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી 117 મીટરથી ઉપર પહોંચી, નદીમાં છોડાઇ રહ્યું છે પાણી, ભારે વરસાદથી તંત્ર એલર્ટ
Narmada Dam News: નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે

Narmada Dam News: ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મોટાભાગના જળાશયો અને નદી-નાળા છલકાયા છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સિઝનનો કુલ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ વાત છે કે, ગુજરાત સહિત મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં 117.52 મીટરની જળસપાટી પહોંચી છે, જેના કારણે નર્મદાના મેઇન કેનાલમાં પાણીને છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાતા એલર્ટ આપવામાં આવ્યુ છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 117.52 મીટર સુધી પહોંચી છે, ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 25,591 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, પાણીના વધારાથી તંત્ર દ્વારા નર્મદા ડેમની મેઈન કેનાલમાં 12,750 ક્યૂસેક પાણીને છોડવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ છે. ઉપરવાસમાંથી 20,644 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની હાલની જળ સપાટી 117.52 મીટર પહોંચી ગઇ છે. ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ તેવી શક્યતાઓ છે. નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં RBPH ના 4 અને CHPH નું 1 ટર્બાઇન હાલ ચાલુ છે જેના થકી 20 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં ફાળવેલ એસ.ડી.આર.એફની એક ટીમ જે રાહત અને બચાવની કામગીરી કરશે. એસ.ડી.આર.એફ. ‘એ’ કંપની રાજ્ય અનામત પોલીસ દળ જુથ-9 વડોદરા, નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સંકલનમાં રહીને ભારે વરસાદ વાવાઝોડું, પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન જિલ્લામાં જનહિત, પુરની પરિસ્થિતિ દરમિયાન સરાહનીય કામગીરી કરશે.
આગામી 48 કલાક અતિ ભારે
આ ચોમાસામાં મેઘરાજાએ આખા ગુજરાતને શરૂઆતથી જ ઘમરોળી નાંખ્યુ છે, જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ ગુજરાત માટે 48 કલાક અતિ ભારે હોવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.




















